________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યશોધક આત્મા
એમના આ સુપ્રયત્ન ને આત્મમંથનના પરિપાક સુસ્પષ્ટ કરવા માટે, તેમની જ સેંધપોથીમાં સેંધાયેલ એક પૃષ્ઠ અત્રે રજૂ કરવું વાચક માટે ઉપકારક થશે. તેઓ પોતાની સુંદર કવિત્વમય બાનીમાં આલેખે છે કેઃ
મારા દેહમાં આત્મા, મન, વાણી, કાયા અને મોહાદિક કર્મનો વિવેક કરવા લાગ્યો. દેહ, મન અને ઇન્દ્રિયો તથા વાણીમાં આત્મા અને મોહાદિક કર્મ એ બેનો વાસ હતો. હું ચાલું તો જાણે એ બંને ચાલે છે, એમ જણાયું.
મારી ઉંમર લગભગ વીસ વર્ષની થતાં કામ પણ પિતાના વિચારોથી કઈ કઈ વખત ડોકિયાં કરી જતો અને હું પણ તરત જ સાવચેત થઈ જતો. વિદ્યાર્થીઓને શિક્ષાના પ્રસંગે ક્રોધ પણ લાગ જોઈને સામાન્ય રૂપમાં મન, વાણી, કાયામાં પધારતો હતો.
* કોઈ કોઈ વખતે દ:ખવેદનાના પ્રસંગે મનમાં શોકના વિચારની સવારી પણ આવી જતી અને કઈ કઈ વખત “ભવિષ્યની ચિંતા” નામની તમોગુણી આસુરી માયા પણ મનમાં લાગ જોઈને પેસી જતી, અને આમાના સંતોષ સુભટ સામે વક્રદૃષ્ટિ ફેંકી પાછી વળી જતી, ' જ કોઈ કોઈ વખત નિંદા નામની શિકોતરી પોતાનાં આયુધ સહિત ભયંકર રૂપ ધરી પધારતી અને મન-વાણીગઢ પર પોતાનું રાજ્ય જમાવવા પ્રયત્ન કરતી, એમ મને સ્પષ્ટ ભાસવા લાગ્યું. કોઈ વખત તે નિંદારૂપ કાત્યાયની મહામાયા આવીને મન-વાણી-કાયા અને આત્માને એવાં ઘેરી લેતાં કે તે વખતે આત્મા પણ પોતે પોતાનું સ્વરૂપ યાદ કરી શકતો નહોતો, પણ સૂર્યોદયથી અંધકાર નાસે તેમ જાગ્રત અવસ્થા થતાં પાછો આત્મા મન, વાણી અને કાયા પર પોતાનું સામ્રાજ્ય ચલાવતો હતો.
“મોહે પણ જાણે જાણ્યું હોય કે આ મનુષ્ય પ્રભુ પદ લેવા ઈચ્છે છે, તેથી તે હવે મારા આત્માના સાધનભૂત મન, વાણી, કાયા અને ઇન્દ્રિયોઠારા આત્માની સામે અનેક રૂપો કરીને પોતાના સન્ય વડે હુમલા કરવા લાગ્યો. તેની “ અહંતા’ નામની તામસી ચંડિકા સ્ત્રી પણ મારા સામે ડોળા ઘુરકાવવા લાગી, અને પિતાની માયાજાળ વિસ્તારીને ઊભી.
તે વખતે લોભ નામનો રાક્ષસ આળસુ થઈને પડ્યો રહે, તેનો હુમલો મારા પર અલ્પ થતો દેખાય, તો પણ તે વાસનાના બીજ રૂપે મનમાં જીવતો હતો. મારા ઉપર કપટ અને અભિમાનનો હુમલો કંઈ કંઈ વાર ડો થતો હતો, પણ ક્રોધ રૂ૫ વડવાનલ તો જ્યારે ત્યારે થોડો વખત મન, વાણી, કાયાને બજે લઈ જતો હતો.
મમતા રૂપી મહારાણી કોઈ વખત તેનું સુંદર મુખ બતાવતાં હતાં, પણ મારી નિ:સંગતા રૂપ દેવી આગળ એ ટકી શકતાં નહોતાં. મોહરાજાનો મૃષાવાદ નામનો કઈ કઈ વખત મને જૂઠું બેલાવવા માટે ક્રોધાદિકના પ્રસંગોએ આવી જતો, પણ તેના સામે મારો સત્યવાદી યોધ્ધો આવીને ઊભે રહેતો, અને તેથી તે પલાયન કરી જતો.
“ વિષયવાસના, લકવાસના, નામ-રૂપ વાસના, સાત પ્રકારની ભીતિ વગેરે શકિતઓ મનમાં જીવતી હતી. આત્મા અને મોહ, મન, વાણી, અને કાયામાં જોડે જીવતાં જણાયાં. આત્માને બહિરાત્માની દશામાં રાખવા મિથ્યાત્વ નામના મેહના સેનાપતિની શકિતઓ હજી સર્વે બીજ રૂપે હયાત બેઠી હતી. દેહભોગ, જડવાદ, સુખબુધિ નામની તામસી ચામુંડા દેવી તે મન, વાણી ને કાયાનો કબજો લઈને આત્માને સ્વ-સુખ, સુખબુધિ નામની બ્રાહ્મણી દેવીથી વિમુખ રાખતી હતી. તેણીનાથી હું ચેતી ગયે, પણ તેને નાશ કરે એ કંઈ બાળકનો ખેલ ન હતે. ૧૩
For Private And Personal Use Only