________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગનિષ્ટ આચાર્ય માસ્તર બહેચરદાસનું વાચન એવું રેગીષ્ઠ નહોતું, સત્યશોધકવૃત્તિનું હતું. મધુસંચય માટે વને વને ઘૂમતી, ફૂલે ઝૂલે બેસતી મધુમક્ષિકાસમું હતું. એક નાની ને રૂઢ બાબત પ્રત્યે પણ એ સચિત ને ચિંતનશીલ હતું. ‘ઈરિયાવહિયા” સૂત્ર જૈનને બાળક હજાર વાર બોલી જતો હશે, ને એ માટેનું “અમુત્તા મુનિ 'નું દષ્ટાંત અનેક વાર સાંભળતો હશે, પણ ઘણા થોડાઓએ એમાં ઊંડા ઊતરવાનો પ્રયત્ન કર્યો હશે.
પશ્ચાત્તાપના વિપુલ ઝરણ સમા એ સૂત્ર માટે તેઓ ખૂબ વિચાર કરતા. કહેતા કે જે પૂર્ણ ભાવથી એ કહેવામાં આવે તો આત્મા અવશ્ય પરમ પદને પામે. તેઓએ તે વિષે એક કવિતા બનાવતાં છેલ્લે છેલ્લે લખ્યું કેઃ
શુદ્ધ ભાવે ને શુધ્ધ લેચ્છાએ, ઈરિયાવહિયા લોહ,
અમુત્તા મુનિની પેઠે, કેવલજ્ઞાની છે. તેઓ ઘણી વાર કહેતા કે અતિમુક્ત કુમારના વાચનથી મને પશ્ચાત્તાપનો મહિમા સમજાયો હતો. સમરાદિત્યને રાસ વાંચવાથી “ભવ્ય”પણાનો નિશ્ચય કર્યો હતો. ષટપુરુષ ચરિત્ર વાંચ્યાથી આત્માની સાચી સ્થિતિ પ્રગટાવવા લગની લાગી હતી. જ બુસ્વામીના રાસથી વૈરાગ્યના સાચા રંગનાં દર્શન થયાં હતાં. ભુવનભાનુ કેવળીનો રાસ વાંચવાથી “થોડી એવી પણ ધર્મની ઉપાસના કદી નિષ્ફળ નીવડતી નથી.” એના પર શ્રદ્ધા બેઠી હતી. ધર્મ પરીક્ષાના રાસ વાંચતાં સત્ય દેવ, સાચા ગુરુને વાસ્તવિક ધર્મ પ્રત્યે વલણ જાગ્યું હતું. આ વાચન એમના જ્ઞાનમાં અનેરી ભરતી કરી રહ્યું હતું.
શાસ્ત્રમાં જ્ઞાનોપાસનાનું ફળ પણ ભાખ્યું છે. વિદ્યા કદી વાંઝણ નથી. એના ઉપાસકને અનેરી સંપત્તિથી ન્યાલ કરી નાખે છે. “ જ્ઞાના જ વિરતિ ' એ શાસ્ત્રભાગ્યું સૂત્ર છે. સાચે જ્ઞાની સંસારના તત્વને સમજે, સંસાર જેને માટે આગને સળગતે ગેળા બની રહે છે, તેને પિછાને, ને શાન્ત બને, સંયમી બને, સહુને મિત્ર બને!
બહેચરદાસ ધીરે ધીરે ખૂબ આત્મભાવ તરફ વળી રહ્યા હતા. તેઓને શ્વાન પણ આત્મબંધુ લાગતું. તેઓ કહેતા કે મનુષ્યો પણ અનંતીવાર પશુને અવતાર પામી ચૂકેલા છે, ને ન જાણે કેટલી વાર તેઓ અવતાર પામશે; પછી એથી ઠેષ કે?
પ્રેમ હમેશાં પિતાનો પડઘે પાડે છે. બહેચરદાસના આ પ્રેમને પડઘા ઘરનાં પશુએમાં તત્કાલ પ્રત્યક્ષ થતા, “ભલી ” નામની એમની ભેંસ તે જ્યારે એમને જોતી કે આંખમાંથી દડદડ આંસુ પાડતી. પાસે જઈને હાથ ફેરવતાં એ થનગની ઊઠતી.
શુધ્ધ પ્રેમ ને દયાભાવ તેમના જીવનમાં વણાઈ ગયાં હતાં. રેટી માટે કરગરતા ગરીબ ભિક્ષુકને કે અપંગ-અનાથને જોઈ તેમની આંખમાંથી અથની ધારા વહી નીકળતી. કેઈને મૃત્યુની પથારીએ પડેલો જોઈ અસ્વસ્થ બની જતા. મનમાં ને મનમાં તેના કલ્યાણ માટે ચિંતવતા. તેઓ સદા ચિંતવતા કે રખેને કેઈનું બુરું ન થઈ જાય, રખેને બુરું કરનારનું પણ બુરું ન કરી બેસાય.
For Private And Personal Use Only