________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યશોધક આત્મા
૯૫
દોષોને ટાળવા. પણ ધર્મવૃત્તિ ને ક્રિયાને ભાંગવાં નહીં. પ્રારંભમાં કોઈ પણ ધર્માનુષ્ઠાન કરતાં કદાચ દોષ પણુ લાગે, પણ દેષ ટાળવાની બુધિ અને ઉત્સાહ રાખી ધર્માનુષ્ઠાને સેવવાં જોઈએ. પણ મત કાઢીને બેસી રહેવાથી કોઈ ફાયદો થતો નથી.”
સાગરનાં જળ પર લહેરિયાં લેતા આ હંસ મુક્ત વાતાવરણમાં વિહરી રહ્યો હતો. એને આત્મા સદા પ્રસન્ન હતો. દૈષ કે ઈર્ષાની એકે વાદળી એને ભીંજવી શકતી નહીં. ચર્ચા, વાદ, વિવાદ, આલોચના સતત ચાલુ હતાં. આજોલના નિવાસ દરમ્યાન તેમને અવારનવાર માણસા જવાનું થતું. અહીં તેઓ શેઠ વીરચંદભાઈ કૃષ્ણાજીને ત્યાં ઊતરતા. આ સંબંધ ભવિષ્યમાં ખૂબ ગાઢ બન્યો હતો, ને આજીવન ટકા હતો.
માણસામાં છગનલાલ જેઠાભાઈ કરીને એક ભક્ત પુરુષ હતા. જ્ઞાનમાગી ને સત્સંગવાળા હતા. માસ્તર બહેચરદાસને તેમના સત્સંગથી ખૂબ જ પ્રેરણા મળી. કલાકોના કલાકે તેઓની જ્ઞાનગોષ્ઠિ ચાલતી. એ વેળા જાણે ભૂખ ભુલાઈ જતી ને તરસ છિપાઈ જતી.
માણસામાં રાસાઓના વાચન તરફ એમનું ચિત્ત ખૂબ વળ્યું. સુંદર ગીતિ સાથે ગવાતા આ રસિક રાસાઓ મનરંજન સાથે સુંદર ઉપદેશ આપતા હતા. પોતે આજેલમાં ચંદ રાજાને રાસ વાંચ્યો હતો. પણ અહીં પિથાપુરવાળા કાળીદાસ માસ્તરના મુખેથી રાસ સાંભળતાં તેમને બહુ જ ઉલ્લાસ વ્યાખ્યો, ને પછી જેટલા મળ્યા તેટલા રાસા વીજાપુર, આજોલ કે અન્ય સ્થળેથી મંગાવીને વાંચ્યા. સદાચરણ, સદ્દધર્માચરણ, ને સદ્શ્રધાન માટે આ રાસાઓ તેઓને અતિ ઉત્તમ સાધન જેવા લાગ્યા.
ચા રાસાઓના વાંચન પછી તેઓને અન્ય ગ્રંથોના વાચનથી વિદ્યાની ભિન્ન ભિન્ન શાખાઓ તરફ અભિરુચિ જાગી. આજોલના ભંડારમાંથી જ્યોતિષનાં બેએક સારાં પુસ્તક મળ્યાં, તે વાંચી લીધાં. મંત્ર-તંત્ર તરફ તો પ્રથમથી જ અભિરુચિ હતી. તે વિષે પણ મળતું વાંડ-મય વંચાતું ગયું. માણસાના શેઠ વીરચંદભાઈ પાસે છાપેલું ‘સુયડાંગ સૂત્ર” હતું, તે પણ વંચાઈ ગયું. તે પછી તે જાગૃત થયેલી વાચનતૃષાને શાંત કરવા ‘પ્રકરણ રત્નાકર ”ના બે ભાગે ને “જૈન કથા રત્ન કેશ” પણ વાંચ્યાં.
દૃષ્ટિ ગરુડરાજની હતી. એક દિશાને આવરતી નજર ત્યાં નહતી. વૈતાલપચ્ચીસી ને સૂડાબહેરીથી લઈને સ્વામીનારાયણ ધર્મની શિક્ષાપત્રી ને તુલસીકૃત રામાયણ સુધી એ દૃષ્ટિ ફરી વળી. આર્યસમાજને મહાન ગ્રંથ “ સત્યાર્થ પ્રકાશ” પણ વાંચી લીધે. કબીર સાહેબનાં ભજનનો આસ્વાદ લીધો. ભાગવતના તમામ ભાગો પણ વાંચી ગયા.
સંસારમાં અનેક રોગો થાય છે. અતિવાચન પણ એક એવો રોગ છે. એ રોગને રોગી પોથાંનાં પાથાં ઉથલાવી જાય છે. પણ સરવાળે કશો સાર પામતો નથી. સાર મળે કે ન મળે, તાત્કાલિક દિલ બહેલાવવા માટે એને અનેક ગ્રંથોના વાચનની જરૂર પડે છે. શ્રીમંતની અનેક મોટી લાયબ્રેરીઓ, ભલે અભ્યાસીઓ માટે અમી રૂપ હય, પણ વસાવનારને માટે તે એ શભા રૂપ જ હોય છે.
For Private And Personal Use Only