________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યશોધક આત્મા
યતિશિષ્ય બાપાલાલે પંચ પ્રતિકમણ, જીવવિચાર અને નવતત્વને અભ્યાસ પૂર્ણ કર્યો હતો. પાઠશાળાના વિદ્યાર્થીઓ પણ પંચપ્રતિક્રમણ પૂરાં કરી ચૂકયા હતા. પોતે પણ હવે નવા અભ્યાસ માટે ઉકંઠિત બન્યા હતા.
આ વેળા અચાનક બધે ચોપાનિયાં વહેંચાયાં. એમાં જણાવવામાં આવ્યું હતું, કે વિ. સં. ૧૯૫૪ ના માહ સુદિ બીજે ધરતીકંપ થશે. ધરતીકંપથી બચવા માટેના થોડાએક ઉપાયે એમાં વર્ણવ્યા હતા.
આખું ગામ આ ભયંકર આગાહીથી ત્રસ્ત થઈ ગયું. ખાવા-પીવાના, પહેરવાઓઢવાના, માલ-મિલકતના સર્વ વિચારે ભૂલી જીવ બચાવવામાં પડયું. અહ, મૃત્યુની છાયા આટલી કારમી છે, તો મૃત્યુ તે કેવું દુઃખદ હશે ! સહુ એ ભયંકર ભાવિની પળે અર્ધમૂઆ જેવા થઈને ગણતા રહ્યા. પણ ભૂકંપ ન આવ્યો તે ન આવ્યું. વખત વીતી ગયે, ત્યારે સહુના જીવમાં જીવ આવ્યા.
ત્યાગભાવનાના પથિક બહેચરદાસે આ મૃત્યુનું નાટક જોયું. અહ, માનવી-મહાન ગિરિરાજ જેવો પ્રચંડ લાગતે માનવી મૃત્યુ પાસે કે રાંકડો બની જાય છે!
તે માટે રાંક બનવું? | માટે મૃત્યુંજય ન બનવું ? તેઓના કર્ણ પ્રદેશ પર પેલો મહાન મંત્ર ગાજવા લાગ્યો
मृत्योबिभेषी किं मूढ, भीतं मुञ्चति नो यमः ।
अजातं नैव गृहणाति, कुरु यत्नमजन्मनि ॥ અરે રાંક મન, મૃત્યુથી કાં ડરે ? શું ડરનારને મૃત્યુ છેડી દે છે? ભલા માણસ, જે જન્મતો નથી એને એ ગ્રહણ કરી શક્તો નથી, તે અજાતજન્મ થા ને !
અજાતજન્મની સાધનાને માટે-એના પૂરા જાણપણા માટે બહેચરદાસે વધુ બહેતર માર્ગ શોધવા માંડયો. આજોલને કાર્યક્રમ સંપૂર્ણ થયા હતા.
For Private And Personal Use Only