________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંથનનાં નવનીત
દેષ ને ક્ષતિઓ તરફ દૃષ્ટિ રાખતા. માસ્તર બહેચરદાસના જીવનમાંથી એવી સુવાસ છૂટતી હતી કે આસપાસનું વાતાવરણ પણ મહેકી ઊઠયું હતું.
રાસા-વાર્તાવાચનમાં ધીરે ધીરે આજેલના સર્વ વર્ણોના અગ્રગણ્ય પુરુષનો શંભુમેળો યોજાઈ રહ્યો હતો. પરબનાં મીઠાં જળ છૂટથી વહેંચાતાં હતાં. નાત-જાતને ત્યાં ભેદ નહોતે. કેઈ પટેલ હતા, કેઈ માળી હતા, કેઈ બ્રાહ્મણ હતા, કેઈ કણબી હતા, કેઈ મીર તે કઈ રજપૂત, કોઈ વૃદ્ધ તે કઈ વડીલ ને કઈ મુરબ્બી હતા.
અને ખરેખર, આ ગામડાંવાસીઓ પર માસ્તર બહેચરદાસ જાદુ ડાલી રહ્યા હતા. કોઈને વાસી ન ખાવાની બાધા, કોઈને પાણી ગાળીને પીવાનો નિયમ, કોઈને જૂઠું ન બોલવાની બાધા, કોઈને સારી તિથિએ હિંસાકમ ન કરવાનો નિયમ, આમ જાણે અજાણે તેઓ સહુના જીવનને ધાર્મિકતાના ઓપ આપતા ગયા. કેટલાયને રાત્રિભોજન છોડાવ્યાં. એક પટેલ જેમનું નામ ઉમેદરામ પુરુષોત્તમ હતું, તેમને જૈનધર્માનુયાયી બનાવ્યા. એક માળી ભાઈએ જેમનું કાળીદાસ લીલાચંદ હતું, તેમણે જેનને શોભતા નિયમો ધારણ કર્યા. આ વેળા એમનું મંડળ શિવજીના ગણ જેવું વિધવિધ ધર્મ ને પંથના માનનારનું હતું.
| પ્રવૃત્તિ-ચક વેગીલું ઘૂમતું હતું. દિવસો ક્યાં જતા એની કંઈ ભાળ નહોતી રહેતી, પણ બહેચરદાસનું સ્વાથ્ય કેટલીક વાર બગડી બેસતું. અનેક ચિંતાના વમળમાં વીજાપુરથી સંવત ૧૯૪૯ થી મહેમાન બનેલો ચેથિ તાવ હજીય ચીટકી બેઠે હતા.
આજેલનું ભકતમંડળ પિતાના પ્રિય માસ્તર માટે કંઈ કંઈ દવાઓ, પડીકીઓ, કઢાઓ ને ઉકાળા શોધી લાવતું. આત્મવિકાસ માટે શારીરિક વિકાસની અગત્યતામાં માનનારા બહેચરદાસ, પાન ને અનુપાન કરતા જ હતાઃ પણ જાણે દરદે સત્યાગ્રહ આદર્યો હતા. તેમના મિત્ર શ્રાવક વૈદ્ય પ્રેમચંદ વેણીચંદે ઘણી ઔષધિઓ અજમાવી, ને બરોળ દૂર કરવા શક્તિમાન થયા, પણ જવર તો હજી ય ચોથે દિવસે મહેમાની માણવા ચાલ્યો આવતા.
જેમના શિષ્યના અધ્યયન નિમિત્તે તેઓ આવ્યા હતા, તે યતિ શ્રી ગણપતસાગરજી જૂની સમર્થ યતિસંસ્થાના વારસદાર હતા. તેમને પ્રાચીન હસ્તપ્રતોને વિશાળ ભંડાર માણસામાં હતું. માસ્તર સાહેબના માટે આ ભંડારના ઉપયોગની છૂટી હતી. એક વાર આલોચતાં યતિશ્રીની મંત્રપોથી મળી આવી. એમાં ચેથિયા જવારનો નાશ કરવાનો એક મંત્ર હતા.
માસ્તર બહેચરદાસ નાનપણથી મંત્રની અગમ્યતા તરફ આકર્ષાયેલા હતા. એ કાળ મંત્રને હતો, અને ગામડાંઓનું વાતાવરણ એથી ખૂબ પિષાતું. તેમણે તરત મંત્ર ઉતારીને તેની વિધિ પ્રમાણે જાપ કરે શરૂ કર્યો. સહુના આશ્ચર્ય વચ્ચે વર્ષોથી ઘર કરી બેઠેલ જવરે આખરે વિદાય લીધી. તપ-જપના માટે અસ્વસ્થ બનેલું શરીર, સ્વસ્થ થતાં તેઓ અતિ આનંદ પામ્યા, ને પોતાની પ્રવૃત્તિઓ તરફ વેગથી ધસ્યા.
For Private And Personal Use Only