________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
/
બી C ,
-
ને
સત્યશોધક આત્મા !
[૧૫]
આ સુંદર દિવસની ઘટના છે ! બોલનાર ને સાંભળનાર એકરસ બની ડાલી
રહ્યા હતા.
આત્મગુણ રક્ષણા તેહ ધર્મ, સ્વગુણ વિધ્વંસણા તે અધમ ! ભાવ અધ્યાત્મ અનુગત પ્રવૃત્તિ, તેથી હાય સંસાર છિત્તિ ! જ્ઞાનની તીણતા ચરણ તેહ, જ્ઞાન એકત્વતા ધ્યાન ગેહ, આત્મ તાદામ્ય પૂર્ણ ભાવે, તદા નિર્મલાનંદ સંપૂર્ણ ભાવે. શ્રી દેવચંદ્રજી
વક્તા અને શ્રોતા વચ્ચે અદ્દભુત તાદામ્ય જાણ્યું હતું. શ્રી દેવચંદ્રજી મહારાજની વીસી પછી શ્રી આનંદઘનજીની વીસીઓ ચાલી. ‘આતમ રસકા પ્યાલા, પીએ મતવાલા,’ જેવો ઘાટ થયો હતો. રસના પ્યાલાના પ્યાલા ખાલી થતા ચાલ્યા.
અચાનક આજેલ ગામના સીમાડે તતડું વાગતું સંભળાયું. આગ, ખૂન કે લૂંટફાટના પ્રસંગે જ તતડાના આવા સૂરો નીકળતા. આત્મા અને અધ્યાત્મની ચર્ચામાં લીન બનેલાઓએ ધડાધડ કમાડ બંધ થવાના અવાજ સાંભળ્યા, બજારની એકે એક દુકાન પેટપ બંધ થતી જોઈ. હકારા, પડકારા ને રીડિયાથી ગામ ગાજી ઊઠયું. રજપૂતે તલવાર, ભાલાં, ધારિયાં ને લાકડી લઈ દોડતા હતા. વાણિયા-બ્રાહ્મણ ખડકી બંધ કરી અંદર ભરાઈ પેઠા હતા.
એ વેળા છાતીના બળિયા શા. મલકચંદ છગનલાલ તથા શા. મેહનલાલ વાડીદાસ કેડ બાંધી હાથમાં લાકડીઓ લઈ જતા દેખાયા.
“ અરે, આમ દોડાદોડી કેમ ? શી વાત છે ? *_
For Private And Personal Use Only