________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગનિષ્ઠ આચાર્ય
જૈન શાસોના અધ્યયન માટે ગમે તેવાં કષ્ટ સહીશ. સંસ્કૃત, પ્રાકૃત, પાલી, અર્ધમાગધી વગેરે ભાષાઓનું અધ્યયન કરી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરીશ.
જનસાધકને શોભીતું બ્રહ્મચર્ય ધરીશ. જુવાન સ્ત્રી, બાળા સાથે ખાનગી પરિચયમાં નહીં આવું. રાગદષ્ટિ પેદા થાય તે રીતે જાહેરમાં પણ કોઈ સ્ત્રી સાથે વાત કરીશ નહીં.
સત્ય બોલીશ. સ્વાર્થ માટે પણ કેઈની જૂઠી ખુશામત કરીશ નહી. અસત્યને પક્ષે છોડીશ. જાહેરમાં કેઈના મર્મને પ્રકાશ કરીશ નહીં. કેઈને ક્રોધ થાય તેવી વચનાદિક પ્રવૃત્તિ આચરીશ નહીં. શત્રુ કે વેરી, જેમાં સગુગ હશે તે વખાણીશ, દુર્ગુણને મર્દાઈથી સામનો કરીશ. કેર્ટમાં જૂઠી સાક્ષી ભરીશ નહીં.
પ્રાણાતે ચોરી કરીશ નહી. ન્યાયસંપનવિભવ દ્રવ્યથી આજિવિકા ચલાવીશ. જતનાપૂર્વક નિર્વાહ જેગ દ્રવ્ય પેદા કરીશ. દેવદ્રવ્યને જ્ઞાનદ્રવ્ય વાપરીશ નહીં. આર્થિક સ્થિતિ જેવી પ્રાપ્ત થાય તેથી સંતેષ માનીશ. સ્વાર્થ માટે યાચકની પેઠે કેઈની પ્રાર્થના કરીશ નહીં.
“નિષ-નિરપરાધી જીવોને હણીશ નહીં. અપરાધી છની પણ-મૃત્યુ પ્રસંગે સ્વાત્મરક્ષણ સિવાય અન્ય પ્રસંગે હિંસા ન કરીશ.
“આજ સુધી નાટક જોયું નથી, ને હવે એવું પણ નહીં. જે દેશે અજાણતા થાય તેનું પ્રભુ કે ગુરુસાક્ષીએ પ્રાયશ્ચિત કરીશ. નાનું બાળક પણ ભૂલ બતાવશે તે સ્વીકારીશ.
“ગમે તે મતપંથ, ધર્મશાસ્ત્રનાં જે સત્ય, નીતિ, ગુણ હિતવચન હોય તેને સત્ય તરીકે જણાવીશ. જૂઠા હાનિકારક, દુષ્ટ પડતીના કારણરૂપ એવા કેઈ જાતનાત કે કોમના રૂઢિઆચારને ત્યાગ કરીશ.
“સત્યને અસત્ય સાધુઓની પરીક્ષા કરીશ. સત્ય સાધુને સ્વીકારીશ. દુનિયાની નિંદાથી ડરીશ નહીં.
“નિત્યપતિ અષ્ટાદશ દોષરહિત જિનેશ્વરની પ્રતિમાનાં દર્શન કરીશ, પૂજન કરીશ. જૈનધર્મ પર પૂર્ણ શ્રદ્ધા ધારીશ.
પ્રતિદિન સામાયિક-પ્રતિક્રમણ કરીશ. મારામાં રહેલી ભૂલની હંમેશાં એકાંતમાં આલોચના કરીશ.
મને જે સત્ય જણાશે, તે દુનિયાને જણાવીશ. ઈદ્રની પદવી કરતાં આત્માના ધર્મને મહાન ગણીશ. આત્મધર્મ પ્રગટાવવા પરમ પુરુષાર્થ કરીશ.
“ગી, ગ્લાન, દીન મનુષ્યની સેવા કરીશ.”
આ રીતે આજેલના ઉપાશ્રયના એકાંતમાં શુભ પરિણતીના પગથિયે ચડતા માસ્તર બહેચરદાસ આત્મવિકાસની સન્મુખ ધસી રહ્યા હતા. સર્પની કાંચળી જેમ પુરાણા સંસ્કાર સરી પડયા હતા, ને એક આદર્શ જૈનને શોભે તેવી તેમની પ્રવૃત્તિ વેગ ધરી રહી હતી. સતત
For Private And Personal Use Only