________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિગીષ-વિજિગીષ ડાના રસ્તા પર આવેલ મીરાંદાતાર પર મલીદો ચડાવવા કહ્યું.
મીરાંદાતાર કબ્રસ્તાનની નજીક છે. એ વખતે ત્યાં ગીચ ઝાડી ને પરદેશી યુવરનાં ક્રૂડ હતાં. ખરે બપોરે કે અસુરવેળાએ કેઈ ત્યાં જવાની હિંમત ન કરતું. નિશાળ છૂટી ગઈ હતી ને અનન્ત આકાશને માટે નિશાળિયો સૂર્ય પણ મેર બેસવાની તૈયારીમાં હતો. શિક્ષકે વિદ્યાર્થીઓને મલીદે ચઢાવવા જવા માટે કહ્યું, પણ કેઇની હિંમત ચાલી નહીં. તરત બહેચરદાસે–એ નિભક જુવાનિયે બીડું ઝડપ્યું. મેં
મલીદો એટલે શેર કુલેરઃ આટો, ઘી ને ગોળનું બનાવેલું ચૂરમું, એક શ્રીફળ ! નાની વાટકીમાં દી કરવા ઘી, રૂ ને દિવાસળી. નમતી સાંજે આ બધું લઈ બહેચરદાસ ઊપડયા. કબ્રસ્તાનમાં જતાં તેમને વિચાર આવ્યો કે દેવ-દેવીઓ, પીર-ઓલિયા તે વાસનાના ભૂખ્યા હોય. કંઈ માનવીની જેમ ભોજન ન કરે, પછી આ મલીદે એમને શા માટે?
છતાં કબ્રસ્તાનમાં પહોંચી, મલિદાની થાળી કબર પાસે મૂકો, દીવો કરી હાથ જોડી કહ્યું. “પીર સાહેબ, આ આપને માટે આણેલે મલીદો થાળીમાં ઢાંકીને આપની સામે મૂકું છું. પાએક કલાક બેઠે છું. આપ જમી લેશે. ”
- બહેચરદાસ પાએક કલાક બેઠા. પછી રૂમાલ ઉઘાડી જોયું તો લચપચતે મલીદે જેમ ને તેમ પડ હતું. તેમણે ફરીથી પીરસાહેબની હજૂરમાં નિવેદન કર્યું, કે “ હુ રાત્રિભજન કરતો નથી. સાંજના વાળને વખત થતું આવે છે. ઘેર પહોંચતાં ચકકસ અંધારું થઈ જાય. હું એક વિદ્યાથી છું. મારા ખાવાથી આપ જરૂર રાજી થવાના.”
ને નિરાંતે પીર સાહેબ માટે આણેલું નૈવેદ્ય પિતે આરોળી ગયા. થાળી-વાટક ખાલી કરી પાછા ફર્યા ને માસ્તર સાહેબને એ પરત કર્યા.
“મલીદે ચડાવ્યો ? ”
હા, પણ તેમણે ન ખાધે, એટલે વિદ્યાર્થી છું એમ કહી હું ચડાવી ગયો.”
માસ્તર સાહેબના ડોળા ફાટી રહ્યા. અરે, આ તે ગજબનો છોકરો ! રખે કંઈ થઈ ન જાય ! બહેચરદાસને તો કંઈ થવાને ડર જ નહોતો. એ તો નિરાંતે ચાલ્યા ગયા.
માળે અઘરી !બહેચરદાસ અબધૂત મહેતા, પણ અબધૂતાઈ અવશ્ય એમનામાં હતી.
આવી જિજ્ઞાસાઓ જેમ જેમ જ્ઞાનાધ્યયન વધતું ગયું તેમ તેમ પાછળથી ઓછી થતી ગઈ, પણ મંત્ર-તંત્રમાં એમની શ્રદ્ધા જામતી ગઈ. સ્વયં મંત્રથી રેગ નષ્ટ કરનાર બન્યા. ભૂત-પ્રેત રહે નહીં. મંછા હોય કે શંકા, બાપડી ઊભે પૂંછડે ભાગે !
આ વાત પછી એમની પ્રવૃત્તિ યોગમાં ગઈ, ને જીવનમાં એક નવો ઝોક આવ્યો, પણ એ વાતો તે જીવનની બીજી પચ્ચીસીના આરંભની !
For Private And Personal Use Only