________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Cyanmandir
ગનિષ્ઠ આચાય ગામમાં ધૂળે દહાડે લૂંટ ચલાવે. એનું નામ કઈ ન લે !
ગાયકવાડનું રાજ્ય એ વેળા નવું નવું. “બેસતે રાજા ને આવતી વહુ 'વાળા ન્યાયે કડપ બેસાડવા એમણે વડાદરેથી ગિસ્ત મોકલી, પણ દબાય તો એ દેવે નહિ. એ તો જેમ સરકારી કડપ વધતો ચાલે, એમ એમ દેવે જાન પર ખેલીને જવાંમદી દાખવવા લાગ્યો. વધુ ને વધુ લૂંટફાટ કરવા લાગ્યા.'
- કડી પ્રાંતના સૂબા પર જબરું સરકારી દબાણ આવ્યું. કચ્છના કેટલાક મુસલમાને સાથે દે ગાઢ મિત્રાચારીમાં હતો. સૂબાએ એ મુસલમાનોને સામ-દામ ને દંડ ભેદથી ફેડવા માંડયા. આખરે એક જણ પર લાલચ કામ કરી ગઈ, ને ઘણું બહારવટિયાઓ માટે બને છે તેમ-મળવા આવેલ દેવાને દગાથી પકડી લેવામાં આવ્યો.
કચેરીમાં એના પર કામ ચાલ્યું ને ફાંસી મળી. એ વેળા ફાંસી જાહેરમાં હજારોની માનવમેદની સમક્ષ અપાતી. આ ખડધજ આંબલી નીચે ફાંસી ગોઠવવામાં આવી. હજારેને મનને હાલી મળ્યો હતે. દેવે કહે, હું તો મરદ છું; મને ગોળીએ દે, પણ આ કૂતરાના મેતે ન મારે. દેવો ભૂંડે મેતે ગયે. એના હૈયે મરદના મોતની વાસના રહી ગઈ. વળી દગાથી પકડાયો, એટલે મરતાં એના જીવને અંદરથી વલોપાત ઉપડયે, અને ગમે તેમ તેય બ્રાહ્મણનું ખોળિયું; મરીને અહીં બ્રહ્મરાક્ષસ સરજાયો.
ઘણી વાર રાતે ઘોડાની હાવળ સંભળાય છે. હોંકારા થાય છે. પાને પાને દીવડા સળગે છે ને ધૂપની સુંગધી ચારે તરફ પ્રસરી રહે છે. કેકવાર ઊજળો ઊજળ દૂધના વણવાળા એક બ્રાહ્મણ ઊઘાડા ડિલે કેવળ જનોઈ ભેર ત્યાં આંટા મારતે જોવાય છે. કોક વાર હિબકા ભરી ભરીને કઈ રોતું સંભળાય છે. મોટા મોટા સમશેરખાના ને બડાબડા ચમરબંધીના ત્યાં જતાં છકકા છૂટી જાય છે.
બહેચરદાસની કલ્પનાને આનંદ આપે એ આ બનાવ હતો. ભૂત-પ્રેત કરતાં ય પિતાની જન્મભૂમિની પાછળ આ જાતનો ઇતિહાસ વીંટાયેલા છે, એ વાત એમના અધ્યયનશીલ મન પર અસર કરી રહી.
- આ પછી એ આંબલીએ બહેચરદાસ ઘણી વાર વખતે-કવખતે જતા જોવાય છે, પણ પરિણામ શું આવ્યું તે કંઈ જાણવામાં આવ્યું નથી. કદાચ વધુ જ્ઞાનાધ્યયનથી એનો ખુલાસો સાંપડી ગયો હોય. છતાં વળી કેક વાર ભૂત-પ્રેતના નામથી ઉત્સર્ગ થયેલો ઉતાર-મલીદો ઝાપટી જતા પણ જોવાય છે.
એક ખાસ ઘટના તો એમના સહાધ્યાયીઓને હજી સુધી યાદ છે. એ વેળા તેઓ છઠ્ઠા ધોરણમાં હતા. વગના જૂના શિક્ષક વૃદ્ધ ઉંમરે નવી વહુ લાવેલા. શિક્ષક ગણિતમાં બહુ હોંશિયાર હતા. બહેચરદાસ વગેરે તેમની પાસે શિખવા માટે ઘરનાં બીજાં કામકાજ પણ કરતા. લગ્ન કરીને આવતાંની સાથે-યૌવનના ઉંબરમાં પગ મૂકતી નવેઢાને ભૂત આવવા લાગ્યું. યૌવનનું આયુ વીતાવી ચૂકેલા શિક્ષકે આ ભૂત કાઢવા માટે ખૂબ ખૂબ ઉપાયો કરવા માંડયા. આખરે કેઈ ફકીરનો ભેટે થઈ ગયે. એણે ભૂતને કાઢી આપ્યું ને વીજાપુર ગવા
For Private And Personal Use Only