________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિગિષ-વિજિગિષ
જતિજી પાસે જઈ એમને ચહેરો આનંદમય થાય તેની બાળક રાહ જુએ છે. એ લાગણીવશ હોય, ઉશ્કેરાયેલા હોય તે પાછો ફરે છે. આજે જતિજી આનંદમય દેખાયા, એટલે બાળકે પ્રણામ કરી પ્રશ્ન કર્યો
મહારાજ, ભૂતપ્રેત છે, એ વાત સાચી ?”
જતિજી આનંદમાં હતા, નહિ તો ભલભલા ચક્રવતીને મહા સરસ્વતીથી નવાજી તગડી મૂકે. કંઇક બાળકની મુખમુદ્રા પણ પ્રત્યુત્તર આપવાનું દિલ થાય તેવી સૌમ્ય ને ભેળી હતી. જતિજીએ સૌમ્ય ભાવે કહ્યું:
હા, બેટા ! ભૂત, પ્રેત, પિશાચ, શાકિની, ડાકિની ખરાં છે. એ દેવ વર્ગનાં છે, ને તેઓને ખુશ કરવાના મંત્રો પણ છે.”
બાળકને માત્ર આટલે જ પ્રશ્ન જતિજી પાસે જાણ હતો. એ પ્રણામ કરી પાછા ફર્યો. માર્ગમાં એ વિચાર કરતો ચાલતો હતો કે દેવનું અસ્તિત્વ તે બધા સ્વીકારે છે. જે ભૂત-પ્રેત દેવ હોય તો? આ રીતે રખડે-રઝળે ? સ્મશાનમાં-અગોચર જગામાં રહે?
પણ પાછું એને યાદ આવ્યું, કે પિતે જે વિદ્યાશાળામાં ભણવા જતો હતું, ત્યાં પણ જે સ્તોત્ર ભણાવવામાં આવતાં તેમાં ભૂત-પ્રેત, પિશાચનાં નામ આવતાં હતાં, એટલે સત્ય તો હોવાં જ ઘટે.
પણ પાછું મન હેલે ચઢતું. તે પછી સરકારી શાળાની ચોપડીઓમાં ભૂત-પ્રેતના નિષેધની વાતે કેમ લખી હશે?
મનમાં જ પૂર્વપક્ષ રચાય છે, ઉત્તરપક્ષ ઘડાય છે, ને એક પક્ષ બીજા પક્ષને કાપતો રહે છે. સરવાળે કંઈ નિર્ણય થઈ શક્તો નથી. આખરે એ બાળક સ્વાનુભવથી ખાતરી કરવાને નિરધાર કરે છે. એ નિરધાર એટલે જીવનું જોખમ ! પણ કેટલીક જિજ્ઞાસાઓ જીવન કરતાં પણ ઘણી વધુ બળવાન હોય છે. એ વેળા જીવન જાણે એની પાસે ફેંકી દેવા જેવી ચીજ લાગે છે, ને જિજ્ઞાસા પૂરી કરવા જેવી વસ્તુ લાગે છે.
અમાવાસ્યાની ઘોર રાત્રિ છે. તેમાંય ચૌદશ છે. અધૂરામાં પૂરે આતવાર છે, ને એની વળી મધરાત છે. રસ્તા ઉજજડ છે. સ્મશાનમાં તાજી બળેલી ચેહમાંથી કદી કદી ભડકા નીકળ્યા કરે છે. ઠંડો વાયુ ગાત્રોને ભીંજાવતો સુસવાટા કરે છે.
પંદરથી સત્તર વર્ષના છોકરાઓની એક ટેળી ત્યાં ભમતી જવાય છે. ભડકા તરફ, પાસેના પીપળા ઉપર, આજુબાજુનાં અંધારામાં એ બધાં નેત્રો ઘૂમ્યા કરે છે. છેડે દૂર ઘુવડ બોલે છે. શમડી ચિસવાટા નાખે છે. શિયાળવાં લારી કરે છે. સ્મશાનમાં હાડકાં અસ્તવ્યસ્ત પડયાં છે, ને એકાદ અર્ધજલી લાશના કેઈ અંગને કોઈ અંધારામાં ખેંચાખેંચી કરી રહ્યું છે.
વિના, gિs, મોગ, js, રાક્ષસ, મૂર, frફાષા: તત્ત્વાર્થસૂા
For Private And Personal Use Only