________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsur Gyanmandir
www.kobatirth.org
તારી કે દ ી
. [
0 ]s] ; jક ઉgs JJ
)
.
(COO) ,
જિગીષ-વિજિગીષ
[ ૧૧ ]ી
.
વા સમીસદીના વિદ્યાધ્યયનનું, પઠન-પાઠનનું કહેવાતું મહાન દૂષણ “ તકલાદી દેહ ને તાકાતવાન કેળવણી’ એ છે. રસ તો બહુ જ સર્વોત્તમ નીપજાવવામાં આવે છે, પણ એ રસને ભરવાની જે શીશી છે, તે તકલાદી છે. અર્થાત્ બિન કેળવાયેલા દેહમાં કેળવાયેલું મન મૂકવામાં આવે છે. આ કારણે તમન્ના, ઝંખના, મહેરવાકાંક્ષાઓના તણખા આંખને આંજી નાખનારા હોય છે. પણ નિર્બળ શરીરના કારણે તણખા તણખા જ રહે છે, ને કેાઈ સુસ્વાદુ રસવતી ઉત્પન્ન કરનારા, શક્તિવત વરાળયંત્રને દોડાવનાર અગ્નિ પટાવી શકાતો નથી. જોતાં તે ઘડીભર એમ જ ભાસે કે જાણે આજના જુવાનની જિજ્ઞાસાને તાગ જ નથી -પણ જિજ્ઞાસાનાં મહારણ ઓળંગવા, કલ્પનાને સાકાર મૂર્તિ બનાવવાની મર્દાઈ એના દેહમાં નથી. પીચગેડની માફક આજની કેળવણીને પ્રારંભિક ઝગારો ઘણા છે, પણ બહુ જલદી એના પર શ્યામતા આવી જાય છે. જૂની કેળવણી જવાંમદી જાળવીને ચાલતી, અને આજની કેળવણીના પ્રમાણમાં અતિ અ૯પ લેખાતી કેળવણી પણ જીવનને વધારે શોભાવતી. શાળાની કેળવણી, મૈદાનની કેળવણીને મળતી રહેતી ને આ બે કેળવણી ધર્મમશિરે સાથે સાધ્ય સાધતી. એટલે માનવી તન, મન ને કમ ત્રણે વસ્તુથી યુકત રહેતા.
આ વેળાનું એક આછું ચિત્ર આપણી નજરે પડે છે.
એક પંદર–સોળ વર્ષને, મુખ પર જિજ્ઞાસાના ભાવવાળા બાળક શિષ્યની નમ્રતાથી એક ગોરજીને ત્યાં જતો જોવાય છે. અમૃતર્વિજયજી યતિ મંત્રતંત્રના પ્રખર જ્ઞાતા લેખાય છે. ભૂત પ્રેત એમની વિદ્યા પાસે મિત્રતા યાચતાં ને ભત્યતા સ્વીકારીને રહેતાં કહેવાય છે. એ એકાંતરીઓ તાવ ફેંક માત્રથી મટાડે છે. આધાશીશી અધી મિનિટમાં ઊતારે છે. ગાંડા થઈ ગયેલાને ઘડી એ ઘડીમાં ડાહ્યા કરી દે છે.
For Private And Personal Use Only