________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીરા માટે શ્રાવક ?
[ ૧૦ ]
પકલથી શિવપૂજક ને માતૃકુલથી વૈષ્ણવધની બહેચરદાસ કુલધમ મૂકી જનધર્મને અભ્યાસ કરી રહ્યા હતા. જેન જતિ અને સાધુઓના સમાગમમાં રહેતા હતા. જૈનમંદિર, જનઉપાશ્રયે જવા લાગ્યા હતા. એટલાથી પત્યું હોત તો એ કાળને એમાં વિશેષ વાં નહે. પણ બહેચરદાસ આ બાબતમાં ઠીક ઠીક આગળ વધી ગયા હતા.
જૈનોનાં ધર્મસૂત્રનું એ રટણ ચલાવી રહ્યા હતા. જૈન બાળકો જે રસ ને જે તીવ્રતાથી એ યાદ કરતા હતા, એથી વિશેષ રસ ને તીવ્રતા બહેચરદાસ બતાવતા હતા. રાત્રિભજનનિષેધ, દેવદર્શન આદિ ખૂબ ચિવટથી પાળતા. ભક્તિભર્યું જિજ્ઞાસુ હૃદય ને કુળધર્મને સ્વાભાવિક રીતે પામેલું હૃદય—એની જિજ્ઞાસામાં અપૂર્વ અંતર હોય છે. વંશવારસાથી ઊતરી આવતી દોલત મેળવનાર ને એક સ્વબળે ધનપ્રાપ્તિ કરનાર વચ્ચે તિતિક્ષાને જે જમ્બર ભેદ હોય છે, એ ભેદ જૈન બાળકમાં ને બહેચરદાસમાં હતો. જૈનધર્મ માટે છે, એટલું પાપટિયું જ્ઞાન જૈનબાળકને હતું. શા માટે માટે છે, એનાં કારણો જાણવાની, એનાં ઉત્તમ રહસ્યાનાં ઊંડાણમાં ઊતરવાની, કે જીવન દ્વારા એ જીવી જાણવાની કોઈને જિજ્ઞાસા નહોતી
આ મુમુક્ષુ બહેચરદાસ એક ચુસ્ત સાધકની અદાથી એ સાધી રહ્યા હતા. એટલે તેમને એક એક સૂત્ર કે એક એક તવ ખૂબ મથન જગાવતું. અંતરની તાલાવેલી વારંવાર રણઝણી ઊઠતી. પ્રભુદશન–પ્રભુમિલનની ખાસ આમ તીવ્ર બની રહી હતી, ને ગુરુવચન પર આસ્થા ધરાવનાર દિલ ધારતું હતું કે આ માગે જ મને પ્રભુદર્શન લાધશે.
વગર કો અંતરના સિંહાસને ચઢી ગુરુપદ લઈ લેનાર શ્રી રવિસાગરજી ચાતુર્માસ વીતે વિહાર કરી ગયા. પણ હૃદયવીણાના ઝંકાર અનુભવી ગયેલા તાર સંવાદી સૂર બજાવતા
For Private And Personal Use Only