________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
યોગનિ આચાર્ય
દલપતશાહી આ કવિતામાં અલબત્ત મૌલિકતા નહતી. ભજન, ઢાળ, ચોપાઈ વગેરે કવિતેના પડઘા જરૂર હતા. બાળકને ચાલવાનું શીખવવા માટે પહેલાં ચાલગાડી જોઈએ, તેમ એ ઠેલણગાડીસમાં હતાં. પણ અંત, ઉદ્યોગ ને અનુભવથી તેઓ તેની પાછળ લાગી ગયા. પુરુષાર્થ પાસે અશક્યતા છે જ નહીં. થોડા દિવસમાં પ્રગતિ દેખાવા માંડી. એક દહાડે તે એમણે વિદ્યાર્થી મંડળમાં પોતાના કવિત્વની જાહેરાત કરી. વત્સરાજ બારોટે એમને એક પ્રસાદી આપવા આગ્રહ કર્યો ને તરત જ કવિતા રચાવા લાગી.
“મોટા થવાના ગુણ ને કાર્યો ” જનો મોટા થાતા, જન પંકાતા, સારાં કરીને કાજ, દુ:ખને વેઠી વિદ્યા ભણે જે, હૈડે રાખી હામ:
ખંતીલા, ઉત્સાહી, ટેક, ઉદ્યમી રાખે નામ રે...જનો સત્ય, દયા દિલમાંહી રાખે, કરતો પર ઉપકાર, માબાપ, શિક્ષકની ભલી દુવા, લેતો ન પામે હાર રે...જનો સાચી શીખ પ્રમાણે વર્તે, આળસ ને તજે ગર્વ, ઉત્સાહી થઈ કાર્ય કરે સહુ, ટાળે વહેમના ભર્મ રે...જનો૦ કાયર થાય નહીં અભ્યાસે, ટાળે સર્વ કુટેવ, બ્રહ્મચર્યને પ્રેમથી ધારે, કરે ગુરુની સેવ રે....જનો જગમાં અશક્ય નહીં કે કાજ છે, ધારે દઢ વિશ્વાસ,
સદગુરુ, સદવર્તનથી મોટાં, નરનારી અને ખાસ રે....જનો, માત્રામેળ ને છંદમેળથી કવિતા ગમે તેવી હતી, પણ રચયિતાના હૃદયનું પ્રતિબિંબ એમાં હતું. એના સદુદેશે ને સનિણને એમાં ચિતાર હતે.
વિદ્યાર્થીમંડળે એકી અવાજે પિતાના આ કવિરત્નને વધાવી લીધું. બહેચરદાસે તરત જ વિદ્યાર્થીઓને અનુલક્ષી એક નવીન રચના રજૂ કરી.
વિનય કરે શિક્ષકનો બેશ, ઊઠે પ્રાતઃકાળ હંમેશ, ઊડી નમન કરે માબાપ, સારા ગુણની પાડે છાપ, મન જોડીને વાંચે પાક, જઠ નકામો છોડે કાઠ, રાખે અભ્યાસે મન ખંત, અભ્યાસીને થાય મહંત. કરે ન ઝઘડા, દે નહિ ગાળ, સારે થાવા રાખે ખ્યાલ, પ્રભુનો મન રાખે વિશ્વાસ, થા વિદ્યાર્થી તે પાસ. વદે ન જવું, થાય ન ચોર, અતિ ખાઈને થાય નો, કરે નિયમસર સઘળાં કામ, રાખે ના જે જુઠ દમામ. એ બાળક વિદ્યા ભણે, સારી ટેવે મોટો બને, વિદ્યા ભણીને સુખી થાય, સારા દુનિયામાંહી ગણાય.
For Private And Personal Use Only