SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬ યેાગનિષ્ઠ આચાય જ રહ્યા. બહેચરદાસ હવે તે સાધુજનેના સંગી થવા લાગ્યા. ઉપાશ્રયમાં ધીરે ધીરે એમને વાસ થતા ચાલ્યા. કૃષિજીવન ગૌણ બન્યુ ને વિદ્યાથી જીવન મુખ્ય બન્યું. તે વિદ્યાશાળામાં જ સૂવા લાગ્યા. આંગણે આવેલા આ વણોાલાવ્યા અતિથિને પિછાણનાર શ્રી રવિસાગરજી પછી બીજા -વીજાપુરના શ્રધ્ધેય શેઠ નથુભાઇ મહાચ'દ હતા. નથ્થુભાઈ ખાર વ્રતધારી. વીજાપુરની અનેક સસ્થાએને વહીવટ એ જ સભાળે. પડછંદ દેહધારી પણ પાતળા સેાટા જેવા ઉત્સાહભૂતિ બહેચરદાસની અ'દર વસતા પ્રબળ આત્માને એમણે એળખી લીધેા. એના લલાટના તેજે એમને આકષી લીધા. ‘ છેાકરે। આશાસ્પદ લાગ્યા, ' ને એની વાણી, નમ્રતા, એની નિખાલસતા એમને રૂચી ગઈ. એમણે બહેચરદાસના ધમપતાનું પદ સંભાળી લીધુ, એમના અભ્યાસ, એમની રહેણી કરણી, એમની જરૂરિયાત ઉપર પૂરતું લક્ષ આપવા લાગ્યા. આ પુરુષના ઘરમાં નાર પણ સુલક્ષણી હતી. નથુભાઇને તે એક કણબીના બાળકને જૈન બનાવવાનું સાંપ્રદાયિક પુણ્ય વહેરવુ' હશે, કે સાધુ કરવાની અંતરની કાંઇ કલ્યાણવાંછુ ઊડી લાલસા હશે, પણ આ બાઇના પ્રેમ નિર્વ્યાજ હતા. એમનું નામ જડાવ કાકી, પેટના જણ્યાને પ્રેમ બહેચરદાસ પર ઢાળાયા. એમના ખબરઅંતર એ રાખવા લાગ્યાં. તેમના સાંજના ભેાજનની મુશ્કેલી ટાળવા પેાતાને ઘેર જમવાનું રાખ્યુ બહેચરદાસ પેાતાના વિવેક ગુણથી આ ધનિષ્ટ દાંતનાં દિલ જીતતા ગયા. પેાતાના સાય’કાળના ભેાજનના બદલામાં તે તેમના ઘરનું સામાન્ય કામકાજ, આવનાર મહેમાનેાને જમાડવાનું, ઘેરવવા-ફેરવવાનું કામ કરવા લાગ્યા. પેાતે કેમ વધુ ઉપયેગી થઈ શકે, એ દાનતવાળા બહેચરદાસ એ ઘરના ન હેાવા છતાં ટૂંક સમયમાં ઘરના જ થઈને રહ્યા. વાત હવે વધતી ચાલી હતી. એક વાર બધાં બાળકોની ધાર્મિક પરીક્ષા લેવામાં આવી ને બહેચરદાસ સારા નંબરે પાસ થયા. એમને એક રૂમાલ ઇનામમાં મળ્યા. આ ઇનામના એમને અપૂર્વ આનદ થયા. એ આનંદમાં કેટલાય દિવસ મગ્ન રહ્યા. અધ્યયન ચાલુ જ હતું. એક વાર પર્યુષણ પર્વ ચાલતાં હતાં. જેનેને એ મહાપના દિવસે ને આનદ ને ઉલ્લાસ અપૂર્વ હાય છે. જેનેાના જીવન સાથે આતપ્રોત થતા જતા બહેચરદાસ જૈન કુળના સ`સ્કારોથી ર'ગાયે જતા હતા. વિદ્યાથી એ માટેનાં ઇનામ, જમણ, પ્રભાવના પણ એ દિવસેામાં ખૂબ થતાં. એક વાર ભાદરવા સુદ બીજના દહાડે એમ જાહેર કરવામાં આવ્યું કે આખા દહાડામાં મહાવીર સ્વામીનુ પંચકલ્યાણકનું' ત્રણ ઢાળાવાળુ સ્તવન મુખપાઠ કરી કહેનારને સારુ' ઇનામ આપવામાં આવશે. બધા વિદ્યાથી ઓએ કેડ ભીડી. બહેચરદાસ આ પ્રસંગે અગ્રેસર હાય જ. એમણે સાંજ પડતાં પડતાં તે આખુ મુખપાઠ કરી લીધું ને કહેવાની જરૂર નથી કે હરીફાઇમાં જૈન બાળકાને હાર આપી પાતે ત્રણ રૂપિયાની સુંદર ટોપીનું ઇનામ જીતી ગયા. વિજય માનવીના For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy