________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
ગનિષ્ઠ આચાર્ય દઈ એમણે જાણ્યાં નહોતાં. પથરા પેટમાં પડે તે ય પચી જાય એમ કહેવાતું. આહાર ને નિદ્રા તો એવાં ભાગ્યે જ સંપૂર્ણ ને સરસ આજે કેઈએ જોયાં હશે !
તમન્નાનાં તપ ઉજવળ હોય છે. એ તપ નિરર્થક હોતાં નથી. સાર્થકતા એને શોધતી આવે છે. બહેચરદાસે જન્મજાત જૈન બાળકો કરતાં વિશેષ પ્રગતિ દર્શાવવા માંડી, અને એ કારણે જૈન બાળક પણ કેટલીક વાર ઈષ્યમાં આવી પડતાં.
કેક કહેતું: “ખેતી તે પાપને ધધ! કેટલું લીલું વાઢવું, કેટલાં જીવજંતુ મારવા!”
બહેચરદાસ-જરાક ચાનક પર ચડી જતાઃ “વ્યાજખોર વાણિયા આટલી સફાઈ શી કરતા હશે? ખેડૂત ગમે તેવો હલકો પણ પસીન રેડી પેટ ભરે છે, -ને જગતનું ભરાવે છે. વાણિયા વિના દુનિયા રસાતાળ નહીં જાય. ખેડૂ વિના લોકો જાનવરની જેમ ખડ ખાશે.”
વાણિયો શ્રેષ્ઠ કે કણબી શ્રેષ્ઠ, એ ચર્ચા વધુ જામતી, પણ ત્યાં તે બહેચરદાસને સીને ઊંચે થતો. પડછંદ શરીર જરા ટટ્ટાર થતું. મુખ પર રેખાઓ સખત બનતી. ને ગાંડી માના આ ડાહ્યા દીકરા હે હે હૈં કરતા ખુશામત કરવા લાગી જતા. હોળીને સમર્થ ઘેરે એમની નજર સામે તરી રહેતો. રજપૂત ને મુસલમાન બાળકો સામેનો એમનો અજેય કિલો યાદ આવતો, ને પાછાં સૌ બહેચરદાસનાં મિત્ર બની જતાં.
કારણ કે એની જ મિત્રતા હોય તે વાડીઓમાંથી ચિભડાં ચોરાય, આંબેથી કેરીઓ વેડાય, બોરડીથી બેર પડાય. સ્વભાવે ને શીલે નરમ વણિકબાળકે ધીરે ધીરે એમનું મન રાખતાં થયાં.
બહેચરદાસને લાગ્યું કે આ બધા વિદ્યાર્થીઓનું એક મંડળ કર્યું હોય તે પરસ્પર પ્રેમ, મિત્રતા વધે. એમણે થોડા શરીરે સશક્ત ને છેડા ભણવે સશક્ત વિદ્યાથીઓને ભેગા કર્યા ને તેમની સમક્ષ પિતાને હેતુ મૂકો. બધાએ એકી અવાજે એને અનુમોદન આપ્યું.
નીલકંઠ મહાદેવની જગામાં વિદ્યાર્થીમંડળનો જન્મ થયો. એમાં નીચે મુજબ નિયમો કરવામાં આવ્યા.
(૧) આ મંડળ એક બીજાને મદદ કરવા, મિત્રાચારી વધારવા માટે રચ્યું છે. (૨) જે વિદ્યાથીને લેસન ન આવડતું હોય તેણે, જેને લેસન આવડતું હોય તેવા
વિદ્યાર્થી પાસે રાત્રે ભણવા જવું. (૪) જે વિદ્યાર્થી અભ્યાસ ન કરે ને ગેરવર્તણુક ચલાવે તેને યોગ્ય દંડ તથા
શિક્ષા કરવી. (૩) સં૫, ઉદ્યોગ, અભ્યાસ, વિદ્યા, દેશપ્રેમ, સ્વતંત્રતા, સ્વધર્મ વિષે નિબંધો
લખવા, *સ્વ. પઢિયારજીએ પણ બાયવયમાં આવું મંડળ રચેલું.
For Private And Personal Use Only