________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
અંતરની અદાલતમાં
ભાદરવા સુદ બીજને દિવસે વળી એક નવી હરીફાઈ યોજાઈ મહાવીર સ્વામીનું પંચકલ્યાણકનું ત્રણ ઢાળવાળું સ્તવન એક દિવસમાં મુખપાઠ કરનારને ઈનામ મળવાનું હતું. બહેચર જિન બાળકની હાર આપીને ઇનામ જીતી ગયો. બહેચરનું મન ઉત્સાહિત થતું રહ્યું. એને અંતરાત્મા આ વાતાવરણમાં પુલકિત બનતા જતા હતા.
શેઠ નથુભાઈએ બહેચરને માથે એક નવી ફરજ નાખી: સારા સારા ગ્રથો તેમને વાંચી સંભળાવવાની. આને કારણે બહેચરનું પોતાનું વાચન પણ વધ્યું. એ ઈતિહાસનો અભ્યાસી બન્યો, ભૂગોળનો જાણકાર થર્યો. પછી સંસ્કૃત શીખવાની ઈચ્છા થઈ. શેઠ નષ્ણુભાઈએ ઈશ્વરલાલ દેસાઈ નામના શિક્ષકની વ્યવસ્થા કરી આપી.
વિચારની સાથે આચારને એ ભૂલ્યો નહોતો. એ સમજતો હતો કે વાતોના વડાથી પેટ ન ભરાય.
For Private And Personal Use Only