________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨
બાળકના બુદ્ધિસાગરસૂરિજી તાલાવેલીનું માપ કાઢતા હતા. પરમાત્મા માટેની લગનીની અગ્નિપરીક્ષા કરતા હતા.
બીજે દિવસે બહેચર ભણવા આવ્યા. ગુરુએ પૂછ્યું : “કેમ બહેચર, શું નિર્ણય કર્યો? તમે તો આજન્મ ડુંગળી-લસણના ખાનારા અને રાતે જમનારા. આથી જે કંઈ નિર્ણય કરે તે પહેલાં પૂરું વિચારી લેજે. નિયમ ન લેવો સારે, પણ નિયમ લઈને તોડવો એ ઘણું ખાટું.”
બહેચરે જવાબ આપ્યો : “ગુરુજી, આપની વાત સાચી છે. એક વાર નિયમ લીધો પછી કઈ પણ ભોગે એને પાળવો જ જોઈએ. મારો સૌથી મટે નિયમ તે પરમાત્માનો માર્ગ પામવાને છે. એની પિછાન માટે જે કોઈ નાના-મોટા નિયમ પાળવા જોઈએ તે બધા જરૂરી પાળીશ. ડુંગળી-લસણ જેવા કંદમૂળ અને રાત્રિભોજનને આજથી ત્યાગ કરું છું.'
બહેચરને આ નિયમને લીધે ઘણી મુશ્કેલી પડતી.
For Private And Personal Use Only