________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮;
પરમાત્માને પામવાની ઝંખના લસણનો વઘાર તે ખરે જ.
બહેચર માટે મોટી મુશ્કેલી ઊભી થઈ. એ વિચારે છે : જે આ નિયમ પાળે તો ભૂખ્યા જ રહેવું પડે. અને નિયમને ન પાળે તો ભણતરને કશો અર્થ નહિ. આ બે વાતને મેળ શી રીતે મળે?
વળી ખેડૂના દીકરાને દિવસે તો ખેતી કરવાની હોય. નિરાંતે જમવાનું તે સાંજે ખેતરમાંથી આવ્યા પછી રાત્રે હોય. રાત સિવાય ભેજન માટે બીજે કઈ સમય પણ ન મળે.
તો હવે કરવું શું? એક બાજુ ગુરુને ઉપદેશ હતા, તે બીજી બાજુ એના પાલનમાં પારાવાર મુશ્કેલીઓ હતી. એક બાજુ સાચી વિદ્યા મેળવવાની ધગશ હતી, તો બીજી બાજુ ભૂખ્યા રહીને દિવસેના દિવસ કાઢવા પડે તેવું થાય તેમ હતું.
શિક્ષક બહેચરની ગડમથલ પારખી ગયા. એ પણ શિષ્યની કસોટી કરતા હતા, એની જ્ઞાન માટેની
For Private And Personal Use Only