________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી શિક્ષકે પોતાની વાત સમજાવતાં કહ્યું: “જુઓ, તમે જૈન ધર્મશાસ્ત્રનું અધ્યયન કરે છે, પણ માત્ર અધ્યયન કરવાથી તે વિદ્યા પોથીમાંનાં રીંગણ જેવી રહે. એને આચારમાં ઉતારવી જોઈએ. આ માટે ઓછામાં ઓછું તમારે રાત્રિભોજન તજવું જોઈએ. ભેજનમાં લસણ-ડુંગળી ખાવ છો તેનો પણ ત્યાગ કરવો ઘટે.'
બહેચરે ગુરુની વાત પર વિચાર કરવા માંડશે. જન બાળકને માટે આ સરળ હતું, પણ કણબીના પુત્રને માટે તે આ બંને નિયમો અનેક આફતો ખડી કરી દે તેવા હતા.
શિવા પટેલને ત્યાં કોઈ મોટી સમૃદ્ધિ નહોતી. રોજ કંઈ પાંચ-સાત વાનગી થતી નહિ. જમવા માટે બે કે ત્રણ ચીજ જ હોય. ભેજનમાં મોટે ભાગે રોટલો અને ડુંગળીનું શાક હોય. કયારેક રોટલે અને લસણની ચટણી હોય. શાક ગમે તે હોય પણ એમાં
આ
છે કે
For Private And Personal Use Only