________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩
પરમાત્માને પામવાની ઝંખના છરી કેને હલાલ નથી કરતી? એ અતિથિ અને છરી આવ્યા પહેલાં જે ચેતે તે ખરે ચેત્યો કહેવાય !”
આટલી કથા કહી મુનિરાજે અંતમાં કહ્યું કે, “માનવીએ ધર્મ પાળવામાં પળને પણ પ્રમાદ કરે જોઈએ નહિ. માનવીને આત્મા જ એને સાચો મિત્ર છે. એ જ માનવીના જીવનમાં સુખ અને દુ:ખ સર્જનારો અને એનો નાશ કરનાર છે. સારા માર્ગે જનારને આત્મા મિત્ર છે. ખોટા માર્ગે જનારનો આત્મા એનો શત્રુ છે. એ આત્માને જે જાણે છે તે સર્વને જાણે છે. આથી જ પ્રભુ મહાવીરે એક સ્થળે કહ્યું છે કે જે રીતે કેરીના હૃદયમાં રહેલી એક ગોટલીમાં એક વિશાળ આંબાનું વૃક્ષ છુપાયેલું છે, એવી જ રીતે માનવીની કાયામાં જ પરમાત્મા છુપાયેલો છે.”
આખી સભા રવિસાગરજી મહારાજની વાણી એકચિત્તે સાંભળી રહી હતી. એમની નજર બહેચરને ઓળખી ગઈ હતી. એમણે સભાને આ જુવાનની બહાદુરીની વાત, વખાણ સાથે કહી સંભળાવી.
: - SS
છે
B
&
For Private And Personal Use Only