________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
બાળકના બુદ્ધિસાગરસૂરિજી એટલે દૃષ્ટાંત દ્વારા વાત સમજાવવાની શૈલીમાં કહ્યું,
“કેટલાક લોકે અતિથિ માટે ઘેટાને પાળે છે, એને ખૂબ લાડ લડાવે છે. સારો સારો ઘાસ - ચારો ખવરાવે છે. એને ચાળા ને જવ ખવરાવી હૃષ્ટપુષ્ટ બનાવે છે. ઘેટો ખાય છે ને મોજ કરે છે.
“એ ઘેટે મોટી કાયાવાળો ને મોટા પેટવાળા થાય છે. ઘેટો માને છે કે મારા જીવનમાં આનંદ છે, મેજ છે, મસ્ત થઈને ખાવા-પીવાનું છે. જુઓને, બીજાં ઘેટાં કેવાં રખડે છે ! કેવાં ભૂખે મરે છે !
એવામાં એક દિવસ ઘરધણી મહેમાનને જમાડવા રાતા-માતા ઘેટાને પકડીને બાંધે છે ને એને વધ કરે છે. એના નાના કકડા કરી એની સ્વાદિષ્ટ વાનગી બનાવે છે. ઘેટાને મરતી વખતે અતિથિ આવ્યાને શેક થાય છે!
પણ જરા ઊંડા ઊતરીને વિચાર કરો કે ઘડપણરૂપી અતિથિ કોને નથી આવતો ? ને મૃત્યરૂપી
For Private And Personal Use Only