________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્માને પામવાની ઝંખના એ કેવી ગાંડા જેવી વાતો કરતો હતો !
બહેચર વિચારતો કે હવે કરવું શું ? ખેતીમાં જીવ લાગતો નથી. પશુઓ પર તો ભારે વહાલ થાય છે અને અંતરમાં દયા ઊપજે છે. હવે જવું ક્યાં ?
એવામાં એનું મન ચમકી ઊઠયું. પેલા સાધુ મહારાજ યાદ આવ્યા. કેવી મીઠી - મધુરી એમની વાણી ! કેવી સારી - સમજવા જેવી એમની વાતો !
બહેચર મુનિરાજને મળવા ઉપાશ્રયે ગયે. ઉપાશ્રયની પાટ પર સિંહ જેવી નીડર મુખમુદ્રાવાળા મુનિરાજ વ્યાખ્યાન આપતા હતા. એમનાં નયનમાંથી અમૃત વરસતું હતું. એમનાં વચનમાં સાકરશેરડીની મીઠાશ હતી. બહેચર તે સાષ્ટાંગ દંડવતું પ્રણામ કરીને સભામાં બેસી ગયો.
મુનિરાજની વાણી વહેતી હતી. તેઓએ કહ્યું : આજે ભગવાન મહાવીરે રાજગૃહના માસામાં કહેલું એક દષ્ટાંત કહું. ભગવાને એમની “જ્ઞાતાશૈલી
છે
જ:'".
-
For Private And Personal Use Only