________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮
બાળકના બુદ્ધિસાગરસૂરિજી ત્યાં કોઈ નહોતું. એ મનમાં ને મનમાં મૂંઝાતો હતો. એનું નાનકડું હૈયું દુ:ખથી તરફડતું હતું. ઘેર ગયા તો ગમાણમાંથી પેલા વાછરડાને પોકાર સંભળાય. ગામ બહાર ખેતરે જાય તે એને એ વાછરડે તરફડતો લાગે.
બહેચરની નજર સામે આખા સંસાર સ્વાથી દેખાવા લાગ્યા. ગાની પૂજા કરવામાં આવે છે, પણ
એ તો માત્ર વાતથી કે થોડાઘણા આચારથી. ગાયને પૂજા નહિ, સારી રખવાળી મળે તોય ઘણું હતું. અહીં તો ગાય દૂઝતી હોય ત્યારે એની પૂજા થાય, અને વસૂકી ગયેલી ગાય ભૂખે મરે.
સ્વાર્થી સંસારની ક્રૂરતાને કોઈ પાર નથી. સાંઢ પર કારમે જુલમ ગુજારવામાં આવતો હતો. કાંધ પર પડેલા બળદને કાળી યાતના ભોગવવી પડતી હતી. ઘરડા ઢોરને તે કઈ બેલી જ નહોતો. કયાં તે એ મહાજનની પાંજરાપોળમાં જાય અથવા તો
Key
થo
For Private And Personal Use Only