________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહેચરે બીડું ઝડપ્યું
શિકાય તો રાત પડી જાય. સાંજના વાળની વેળા થવા આવી હતી. રાતે એ જમતા નહોતા.
ફરી બહેચરે પીરસાહેબને વિનંતિ કરી અને કહ્યું : “કૃપા કરી આપ આ મલીદો જલદી આરોગી લ્યો, મારે ઘેર જવાનું મોડું થાય છે. વળી રાત્રે જમતો નથી એટલે મોડું થશે તે ભૂખ્યા સૂવું પડશે. તમે જયારે મલીદો જમવાના જ છે, તે વહેલા જમી લેવામાં વાંધો શું? માટે ઝટ કરે તો સારું.'
બહેચર થોડી વાર બેઠે. એની નજર મલીદાની થાળી પર હતી. એ વિચારતો હતો : કયારે પીરસાહેબ આવે અને મલીદો આરોગે.
ઘણો સમય વીતી ગયો. અંધારાં ઢળવા લાગ્યાં હતાં. બહેચરે રૂમાલ ઉપાડીને જોયું તે લચપચતે મલીદો હજીય એમ ને એમ જ પડયો હતો.
તેણે ફરીથી પીરસાહેબની હજૂરમાં નિવેદન કર્યું: પીરસાહેબ, હું વિદ્યાર્થી છું. વળી રાતે જમતો નથી
-
જ
For Private And Personal Use Only