________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી અણસાર જ ન મળે.
બહેચર કબર પાસે આવ્યો. બાજુમાં થાળી મૂકી. રૂની દીવેટ કરી. ધીમાં બની. દિવાસળીથી સળગાવી. શ્રીફળ વધેર્યું અને પછી મલીદાની થાળી કબર પાસે મૂકી. દીવે બાજુએ મૂકી હાથ જોડયા અને બોલ્યા:
હે પીરસાહેબ! આપના માટે આ મલીદો લાવ્યા છું. થાળીમાં રૂમાલથી ઢાંકીને આપની સામે મૂકું છું. માએક કલાક બેઠો છું. આપ એટલી વારમાં જમી લેજો. થાળી મારે માસ્તર સાહેબને પાછી આપવાની છે.”
બહેચર તો પલાંઠી લગાવીને ત્યાં બેસી ગયે. એકીટશે શું થાય છે તે જોવા લાગ્યા. સમય વીતવા લાગ્યો. થોડી વાર પછી એણે મલીદાની થાળી પરથી રૂમાલ ઉપાડયો. પણ આ શું? મલીદો તે જેવો હતો એવો જ લચપચતો પડયો હતો !
બહેચરને માટે તો મૂંઝવણ ઊભી થઈ : થાળી લીધા વિના જાય તો માસ્તર મારે, અને થાળી લેવા
For Private And Personal Use Only