________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહેચરે બીડુ ઝડપ્યુ
૧૩
અને એમાંય પીરપીરાણાનુ' જોખમી કામ. ખરે બપેારે પણ ત્યાં જવાની કોઈક જ હિ'મત કરે.
સાંજે નિશાળ છૂટી. સૂર્ય આથમણી દિશામાં ઢળવા લાગ્યા. આકાશમાંથી અંધારાં ઊતરવા લાગ્યાં. શિક્ષકે મલીદા ના તૈયાર રાખ્યા હતા, પણ એ ચડાવવા કેાને મેાકલવા, એની ઊંડી ચિતામાં ડૂબેલા હતા.
એમણે વિદ્યાથી આને ખાલાવ્યા : કહ્યું કે કમ્રસ્તાનના પીરને આ મલીદા ચઢાવવા જવાનું છે. તમારામાંથી કોઈ હિંમતવાન આ કામ ઉપાડી લે. બધા વિધાથી એકબીજા સામે જોવા લાગ્યા. કેટલાકને તા કબ્રસ્તાનનું નામ સાંભળતાં જ કમકમાટી આવી ગઈ. કેટલાકને થયું કે કામ છે જોખમી અને એમાં જે ભૂલ થાય તે તે બધાં વરસ પૂરાં થઈ જાય !
કણખીના દીકરા બહેચર શરીરે ખડતલ અને મનના મજબૂત હતેા. એ ભય જેવુ કશું જાણતા નહેાતા. છઠ્ઠા ધારણમાં ભણતા બહેચરે ખીડુ ઝડપ્યુ,
For Private And Personal Use Only