________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
બાળકના બુદ્ધિસાગરસૂરિજી સગાં–વહાલાં સમજાવવા આવે કે બાઈ ચીસ નાખવા લાગે : “ખાઉ, ખાઉ, સબકો ખાઉં. તુમકો ખાઉં, ઉસકો ખાઉ, સબકો ખાઉં.'
ભૂવા આવ્યા. ફકીર આવ્યા. જતિ આવ્યા. બાધા, નૈવેદ્ય અને માનતા ચાલ્યાં છતાં બાઈસાજી ન
થઈ.
આખરે એક ફકીર આવ્યા. કાગનું બેસવું ને ડાળનું પડવું. એણે ઈલમ અજમાવ્યા. બાઈ ચડપ કરતી ડાહી થઈ ગઈ.
ફકીરે ગવાડાના રસ્તે આવેલા કબ્રસ્તાનના પીરને મલીદો ચઢાવી આવવા કહ્યું.
બિચારા વૃદ્ધ શિક્ષક તો એ કહે તે કરવા તૈયાર હતા. તેમણે મલીદો તૈયાર કર્યો, પણ ચઢાવવા કોણ જાય ?
એક તો કબ્રસ્તાન. આજુબાજુ ગીચ ઝાડી. હૃદયના થડકારા બંધ થઈ જાય એવું ભયંકર એકાંત
For Private And Personal Use Only