SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બહેચરે બીડું ઝડપ્યું પા ઘણાં વર્ષો પછી આ ઘરડા શિક્ષકને ફરી પરણવાના કેડ જાગ્યા. ઉંમરમાં મોટા એવા આ શિક્ષક નવી વહુને પરણી લાવ્યા. એ જમાને એ હતું કે, “દીકરી અને ગાય, દોરે ત્યાં જાય !” નવી વહુએ ઘરના ઉંબરમાં પગ મૂક્યો અને એ ધૂણવા લાગી. હજી પીઠી દેહ પર હતી. પાનેતર પહેરેલું જ હતું. પહેલી રાતનાં કંકુ-કેસરનાં છાંટણું હતાં અને નવોઢા તે ઊંચા – ઊંચા કૂદકા મારે, મેટી મટી ચીસ પાડે, ક્યારેક રાડ પાડે અને વળી ત્રાડ પાડે: “હાઉ! હાઉ ! હું ચૂડેલ ! મને અડશે મા ! આઘા રહેજે ! અડશે એને ભરખી જઈશ !' આધેડ પતિ હિંમત હારી ગયે. બાઈઓરડામાં ધૂણતી બેઠી હતી, પતિ બહાર ખાટલાની પાંગતે બેસી રહ્યો હતો. મિલનની રાત એમ ને એમ વહી ગઈ ! આખે દિવસ જુવાન બાઈકામ કરે, પણ રાત પડે અને જેવો પતિ પાસે આવે કે ધૂણવા લાગે. : :.. મ For Private And Personal Use Only
SR No.008535
Book TitleBalakona Buddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1978
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy