________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
બાળકના બુદ્ધિસાગરસૂરિજી ખસી જજો. ભેંસ રુમલી થઈ છે. દૂર ખસી જજે, નહિ તો આવી બન્યું !'
ચારે બાજુ કોલાહલ મચી ગયો. કાયર માણસોએ તો આંખ મીંચીને ઘર ભણી દોટ મૂકી. થોડા હિંમતવાન હતા એ ખૂબ દૂર જઈને ઊભા રહ્યા. ઝાડ નીચે આંબલી – પીપળી રમતા છોકરાય મૂંઝાઈ ગયા. કેઈ ઝાડની પાછળ છુપાઈ ગયા, તે કેઈ ઝાડ પર ચડી ગયા.
ભગરી ભેંસ તે ચારે પગ ઊલાળતી, શિંગડા વીંઝતી રસ્તા પર દોડવા લાગી. આ રસ્તો ખાલી.
એના મારગમાં મરવા કોણ ઊભું રહે ?
આ સમયે એક ઘરડા મુનિ સામેથી ચાલ્યા આવે. મુખ પર શાંતિ. હાથમાં દંડ.
એક તે મોટી ઉંમર એટલે પૂરું સંભળાય નહિ મુનિ તો નિરાંતે ચાલ્યા આવે, ધીરે ધીરે ડગ ભરે.
RJI
For Private And Personal Use Only