________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી કામાં ફેસ્ફરસ રહેલો છે, એને હવા લાગે એટલે ભડકા થાય.
આમ બહેચરે ઘણું ઘણું મહેનત કરી, પણ એને ભૂતને ભેટે ન થા.
બહેચરની આ ભૂતિયાટોળી આ રીતે સ્મશાનમાં કે કબ્રસ્તાનમાં ફરતી હોય. કયારેક સમી સાંજે કઈ એકલવાયા મુસાફર નીકળે તે આ ટોળી એને બીવ ડાવતી. કોઈ ઝાડની પાછળ છુપાઈને ખડખડાટ હસતું તો કઈ “ખાઉં રે ખાઉ' કરીને બૂમે. પાડતું.
ડરતાં ડરતાં અહીંથી પસાર થતા મુસાફર ખાધા બાપ રે !' કરીને દોટ મૂકતા માંડ માંડ ઘેર પહેચો . એ એટલો બધો ડરી ગયો હોય કે એના દાંત ચોંટી જતા, મેંએ ફિણ વળી જતું. ભયને લીધે એ કંઈ કંઈ બકવાસ કરતો.
પછી તો ભારે ખેલ રચાતો. ડોશીઓ રાઈ –
For Private And Personal Use Only