________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૂતની ચોટલી
બહેચરતો ગોઠિયાઓની ટોળી લઈને સ્મશાનમાં ગયે. કાળી ચૌદશની ઘોર અંધારી રાત. અધૂરામાં પૂરો આતવાર. સ્મશાનમાં ચારે કેર સૂનકાર, જેથી ભલભલા કંપી ઊઠે ! કયારેક કૂતરાનું કપાવી નાખે એવું રુદન સંભળાય. ઘુવડનો અવાજ હૈયું કંપાવી નાખે. શિયાળવાની લાળી ભયાનકતામાં વધારો કરે. ક્યારેક તાજી બળેલી ચેહમાંથી ભડકી ઊઠે. કયાંક અડધી બળેલી લાશને પ્રાણીઓ અંધારામાં ખેંચાખેંચી કરી ચૂંથતા હોય.
વારેવારે સ્મશાનમાં થતા ભડકાથી ટોળીમાંના કેટલાકની આંખો ચમકે છે. કોઈઅધીરાઈથી આંગળી ચીંધીને બતાવે છે : “અરે જુઓ! પણે ભડકો થાય. ભૂતના ભડકા કેવા ભયંકર હોય છે !”
એકાદ ગેઠિયાને ટાઢ ચડી જાય છે. કેઈ ભયથી થરથરવા લાગે છે, ત્યારે બહેચર એમને સમજાવે કે ભડકા થાય એ ભૂતના ન સમજવા. માણસના હાડ
મિMist/
- ()
( ર
)
For Private And Personal Use Only