________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
નકJખ
ભૂતની જેટલી છે. કયાંક કઈક ભૂત થાય. કયાંક કઈ ચૂડેલ નાચે. સંવત ૧૯૪પના ઉનાળે કોલેરા ફાટયે, તે લોકો કહે કે બેગણીઓ ખપ્પર ભરવા આવી છે. કોઈ કહે કે મા કાળકા કોપી છે. બીજા સલાહ આપે કે મેલડી માતાને કૂડું પડયું છે. હવે તે ગામને ખાધે જ છૂટકે કરશે !
ભવા આવે. ડાકલા વાગે. હોમ હવન થાય. બકરાં અને પાડાનું બલિદાન અપાય.
બહેચરદાસ વિચાર કરે કે આ માતાય કેવી કે જે પોતાનાં સંતાનોને જ ભરખી જાય ! આ માતા કેવી કે દૂધ પીતાં બચ્ચાંની માને મોતને બિછાને સુવાડી દે. માતા તો વહાલની મૂર્તિ ગણાય, જયારે ચારે કેર વિલાપ અને વિનાશ વેરનારી એ માતા કેવી હશે? - બહેચરદાસના ભેળા મનમાં થયું કે ગમે તે થાય પણ આ માતાને રૂબરૂ મળવું જોઈએ. મળીને વાત કરવી જોઈએ કે માતા તો બાળકને મેતથી
For Private And Personal Use Only