________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wwwwwwww vvvvvvvvvvvvvvvvvvv
ર૩૪.
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી મારાથી સવારે ગુસ્સામાં ગમેતેમ બોલાઈ ગયું. આપને હું ઓળખી શક્યો નહિ.
સૂરિજીએ વૃધ્ધ સજજનને શાંત પાડતાં કહ્યું : તમે સવારે જે કાંઈ બોલ્યા હો તે પણ મારા મનમાં એમાંનું કશું નથી.” ' સૂરિજી સાચા દેશભક્ત હતા. ખાદી તો એમણે ઘણા વખતથી સ્વીકારી હતી. એમનાં લખાણોમાં એમની દેશભકિત, સત્યભકિત અને દૂરદર્શિતા પ્રગટ થતાં હતાં. પોતાની દેશ વિશેની ભાવના પત્ર, પુસ્તક, કવિતા અને ભાષણ દ્વારા હંમેશા પ્રગટ કરતા રહેતા. કયારેક કોઈ સાધુ રાજકારણથી દૂર રહે છે, કારણ કે એને રાજરોષને ભય હોય છે, પરંતુ આવો ભય નિર્ભય સૂરિજીને ક્યાંથી ડરાવી શકે? એમણે સ્વરાજ્યની વાત કરી, પણ સાથોસાથ આત્મિક રાજ્યની મહત્તા પણ બતાવી.
વિ. સં. ૧૯૮૦માં ડે. કૂપરે સુરિજીને તપાસ્યા.
-
::
:
કે
sts
For Private And Personal Use Only