________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२६
બાળકના બુદ્ધિસાગરસૂરિજી જયારે જ્યારે એમની સામે પડકાર ખડો થતો, ત્યારે તેઓ એને હિંમતભેર સામનો કરતા રહ્યા.
એકવાર સુરતમાં એમનું ચાતુર્માસ હતું. આ સમયે તેઓ અને મુનિશ્રી વિનયવિજયજી સ્થડિલ (શૌચ) જવા નદીને પેલે પાર જતા હતા. શ્રી વિનયવિજયજી આગળ હતા. તેમની પાસે પુલને નાકે બેઠેલા સિપાઈએ નાકાવેરો મા. મુનિ પાસે હોય શું ? મુનિશ્રી વિનયવિજયજીએ પોતાની સ્થિતિ સમજાવી, પણ જડ સિપાઈએ તે એમની કશી વાત સાંભળી નહિ. એણે મુનિરાજને ત્યાં જ બેસાડયા. એવામાં શ્રી બુદ્ધિસાગરસૂરિજી આવી પહોંચ્યા. એમણે સિપાઈની બેઅદબી જોઈ એણે આપેલો તુમાખીભર્યો જવાબ સાંભળે. તરત જ બુદ્ધિસાગરજીએ પ્રચંડ અવાજે કહ્યું : “શું સાધુ-સંન્યાસી પાસેથી તારે વેરો લેવો છે? જરા સમજ તો ખરો, સાધુ પાસે હોય શું ? તને વેરો આપે કઈ રીતે? સિપાઈથયો એટલે માણસમાંથીયે ગયો??
Sછે
For Private And Personal Use Only