________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૨૪
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી
એ પુરુષાથી વિભૂતિઆના એ મેળાપ હતા. વિધાતાની ખૂબી પણ કેવી છે? બન્નેએ પુરુષા કર્યા. પેાતાના ધ્યેય માટે કઠિન સાધના કરી. આસપાસના કાદવભર્યા વાતાવરણમાંથી કમળની જેમ ખીલી ઊઠયા. એકે રાજનું પદ પ્રાપ્ત કર્યું હતું. બીજાએ સંત તરીકે સત્ર નામના મેળવી હતી.
o.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વડાદરાના નરેશ સૂરિજીને વંદન કરીને લક્ષ્મીવિલાસ રાજમહાલયમાં એક ઊચી પાટ પર બિરાજવા વિનતિ કરે છે. અનેક વિદ્વાના, શાસ્ત્રીઆ, દરબારીઆ અને આખુય રાજકુટુંબ ત્યાં હાજર હતું. લગભગ દોઢેક હજારની માનવમેદની ઊમટી હતી.
શ્રી બુદ્ધિસાગરસૂરિએ ‘ આત્માન્નતિ ’ના વિષય પર વ્યાખ્યાન આપ્યું. પહેલાં સમજાવ્યું કે આત્મા શુ છે. પછી આત્માની ઉન્નતિ વિશે રસભરી ચર્ચા કરી.
સૂરિજીની પ્રવચનધારા બે કલાક સુધી ચાલી. મહારાજા સયાજીરાવે તે દેશિવદેશના અનેક પ્રસિદ્ધ
For Private And Personal Use Only