________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
vvvvvvvvvvvy
૧૦૮ અમર શિ
૨૨૧ ખ્યાલ હોત તો હું આ વિષય પર ગ્રંથ લખત નહિ. જૈન યોગના વિષયને શ્રીમદૂના સર્જનમાં પહેલીવાર ગૌરવભર્યું સ્થાન મળ્યું. જન સાધુઓમાં ડાયરી લખનાર તેઓ સૌ પ્રથમ હતા !
આ ડાયરીમાં એમના દયમાં ચાલતા વિચારોના ઘમ્મરવેલણથી નીકળેલું ચિંતનનું નવનીત મળે છે.
બાળપણમાં સરસ્વતી માતાની છબી આગળ હાથ જોડીને પ્રાર્થના કરનાર ખુદ જ્ઞાનની જ્યોત સમા બની ગયા. રોજ ધર્મચર્ચા ચાલે, વ્યાખ્યાન આપે. દિવસમાં બે વખત પ્રતિક્રમણ કરે. કેટલાય મૂંઝાયેલા માનવીઓને માર્ગદર્શન આપે. ધાર્મિક અનુષ્ઠાન ચાલે. સામાજિક પ્રવૃત્તિઓ થાય. પણ આ બધામાં શ્રીમની સાહિત્ય-પ્રવૃત્તિ તો સતત અને એકધારી ચાલ્યા કરે. માંદગીના બિછાને હાય તોય કામ વણથંભે ચાલ્યા કરે. એમની તબિયત ઘણી અસ્વસ્થ બની હતી, ત્યારે કોઈ એ એમને સાહિત્યસાધના પૂર્ણ કરવા કહ્યું. આ સમયે શ્રીમદે
For Private And Personal Use Only