________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
~-~~-~~~-~~-~~~-~~~-~~-~
૨૨૦
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી ત્રણે ભાષામાં લખાયા છે. પચીસ ગ્રંથો તો તત્ત્વજ્ઞાન અને આધ્યાત્મ જ્ઞાનથી ભરપૂર છે. ચોવીસ ગ્રંથોમાં એમનું કાવ્યસર્જન વહે છે. અન્ય બાવીસ ગ્રંથોમાં ધર્મ અને નીતિનો બોધ સચવાય છે. આ સિવાય સંસ્કૃત ભાષામાં પણ બાવીસ ગ્રંથો લખ્યા છે.
“શ્રીમદ્ દેવચંદ્રજી” નામનું બે ભાગમાં લખેલું ચરિત્ર એ એમનો સૌથી મોટો ગ્રંથ છે. બંને ભાગને સાથે ગણતાં કુલ પચીસ પાનાં થાય ! એમણે એક ચોસઠ પાનાનો પત્ર લખ્યો. એ પત્ર “તીર્થયાત્રાનું વિમાન” નામે પુસ્તકરૂપે પ્રગટ થયો. એમના દરેક ગ્રંથની પ્રસ્તાવના એ જાણે ગ્રંથના હાર્દ જેવી જ લાગે. “આગમસાર ' નામનો ગ્રંથ એમણે એક વાર વાંચ્યા હતા. પોતાના જીવન દરમ્યાન શ્રીમદ્દજીએ પચીસ હજાર જેટલા ગ્રંથોને અભ્યાસ કર્યો હતો.
કર્મયોગ” નામનો એમનો ગ્રંથ જોઈને લોકમાન્ય તિલક ખૂબ ખુશ થયા હતા અને એમણે કહ્યું હતું કે જે શ્રીમદ્ આ ગ્રંથ લખી રહ્યા છે એવો મને
For Private And Personal Use Only