________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
બાળકના બુદ્ધિસાગરસૂરિજી સૂરિજીએ જવાબ વાળ્યો, “ભાઈ, આ તો મારા એકસો ને આઠ શિષ્ય રચના મનસૂબાની વાત છે. મારે એકસો ને આઠ અમર ગ્રંથશિષ્યો રચવા છે. હવે કામ વેગે ઉપાડવું પડશે.”
એમણે આ માટે “અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ નામની સંસ્થા સ્થાપી. આ સંસ્થા દ્વારા પિતાના ગ્રંથશિષ્યને પ્રગટ કરવાનો નિરધાર કરવામાં આવ્યા. આ બડભાગી સંસ્થાએ ગ્રંથશિષ્યો પ્રગટ કરવાનું કામ બરાબર કરી જાણ્યું.
વિ. સં. ૧૯૮૦ માં એમણે પેથાપુરમાં ચાતુર્માસ કર્યું. પુસ્તક પ્રકાશનનું કામ ખૂબ ઝડપી ગતિએ ચાલવા લાગ્યું. અનેક નકલ કરનારા એકઠાં કર્યો. મુફ સુધારનારને સતત કામે લગાડી દીધા. - પ્રફ સુધારનાર થોડા દિવસથી આવતો નહોતો. સૂરિજીને ચિંતા થઈ. એને બોલાવ્યો ત્યારે કુફરીડરે કહ્યું : “મારી મા ખૂબ બિમાર છે, આથી આવી શકતા નથી.”
For Private And Personal Use Only