________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
બાળકના બુદ્ધિસાગરસૂરિજી તીખાશ કે અઘટિત આક્ષેપ નહીં. લખાણના પાને પાને એમના સૌજન્યની સુવાસ મહે છે. એમાં એમણે વિરોધીની એકેએક દલીલને જવાબ આપ્યો હતો, એનું અજ્ઞાન ખુલ્લું પાડયું હતું, એની મેલી મુરાદને છતી કરી દીધી હતી.
આ ગ્રંથનું નામ રાખ્યું–જન ધર્મ અને ખ્રિસ્તી ધર્મનો મુકાબલો –તેમાં જન-ખ્રિસ્તી સંવાદ.”
ગ્રંથ લખીને શ્રી બુદ્ધિસાગરજીએ શ્રી મેહનલાલજી મહારાજને બતાવ્યો. મહારાજશ્રીએ વ્યાખ્યાનમાં એની મુક્ત અને પ્રશંસા કરી. સુરતના શ્રીસંઘે જ પુસ્તક છપાવવાનું હોંશભેર માથે લીધું. એ ગ્રંથ છપાયો. એની નકલે ઠેર ઠેર વહેચવામાં આવી.
એક નકલ જયમલ પદ્દમીંગને પહોંચાડવામાં આવી. એ વાંચતાં જ જયમલનો જીવ ઊડી ગયો. એની એકેએક વાતનું આમાં સચેટ ખંડન કરવામાં આવ્યું હતું. જૈનધર્મની બદઈ કરવાની એની
.
5
AN
૪.
::::: :
For Private And Personal Use Only