________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી જ્યાં જાય ત્યાં સહુનું કલ્યાણ કરે–આવા એક આઠ ગ્રંથશિષ્યો તૈયાર કરીશ.
જ્ઞાનની સાધના હતી, કવિની કલ્પના હતી, ચિંતકનું ચિંતન હતું, અને પંડિતોએ વિદ્વત્તાનું દાન કર્યું હતું. વળી ગુરુદેવના આશીર્વાદનું બળ પણ હતું. તે પછી હવે વાર શેની?
એવામાં એ સાધુરાજની કલમને વહેતી મૂકનારી એક ઘટના બની. દીક્ષા જીવનનું પહેલું ચાતુર્માસ સુરતમાં કર્યું. આ સમયે એમના હાથમાં એક પુસ્તક આવ્યું. પુસ્તકનું નામ હતું, “જૈનધર્મ અને ખ્રિસ્તી ધર્મને મુકાબલો.
એનો હેતુ જૈનધર્મને ઉતારી પાડવાનો અને ખ્રિસ્તી ધર્મને મહિમા બતાવવાનો હતો. જે એમાં કેવળ ખ્રિસ્તી ધર્મની મહત્તા બતાવી હોત તો મહારાજશ્રીને એની સામે હરકત નહોતી. એમાં સર્વધર્મ સમભાવની વાત હોત તો પણ તેઓ એનાં સારાં
For Private And Personal Use Only