________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪
૧૦૮ અમર શિષ્ય
૨૦૫ તે આ બાળકનું અંતર કકળી ઊઠે. એ બઘાના
ગંદ ખાય, પણ માતા સરસ્વતીના સોગન તો કદી ન ખાય.
બાપ ખેતી કરવાનું કહે. મન વિદ્યા મેળવવાનું કહે. હળ ખેડવા કરતાં એને પુસ્તકો વાંચવાં વધુ પ્રિય બન્યાં. પાકની લણણીને બદલે જ્ઞાનની લણણીને એને રંગ લાગ્યો.
આ ખેડૂતના દીકરાની જ્ઞાનની ખેતી સદા ચાલુ રહી. બહેચરદાસમાંથી બુદ્ધિસાગર બન્યા. આચાર્ય બન્યા, યોગનિષ્ઠ કહેવાયા. સંતો, મહંતો, રાજાઓ, તવંગરે અને ભક્તોની એમની આસપાસ ઠઠ જામવા લાગી, પણ સરસ્વતીની ઉપાસનાને કદી આંચ આવવા દીધી નહિ.
અભ્યાસ માત્ર છ ચોપડી સુધી થઈ શકો, પણ સરસ્વતીના સાધકની સાધના તો જીવનભર ચાલુ રહી.
"
s
For Private And Personal Use Only