________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મકર
૧૦૮ ઇમરે શિરૂ
૧૮
નાનકડો બાળક.
એને ભણવાની લગની લાગી. મનમાં થયું કે મારે ખૂબ ખૂબ ભણવું છે, ઘણું ઘણું જાણવું છે અને વિદ્વાન તરીકે પંકાવું છે.
માતા સરસ્વતીની એક છબી મળી. છબી લઈને ઘરના ગોખમાં મૂકી.
સવારમાં ઊઠીને એ માતા સરસ્વતીનું નામ લે, નાહી–ઘેઈ છબીને પ્રણામ કરે, નિશાળે જાય, નિશાળમાં ગુરુજને આ છોકરા પર ખૂબ ભાવ રાખે. - સાંજે નિશાળેથી છૂટીને ઘેર આવે. કકડીને ભૂખ લાગી હોય, ખૂબ થાક લાગ્યો હોય, તેય આ છોકરો
For Private And Personal Use Only