________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘંટાકર્ણની સ્થાપના
૨ ૯૧ આસપાસના પ્રદેશના લોકોના વહેમનાં જાળાંઓ ભેદાઈ ગયાં. ભ્રષ્ટ થતી પ્રજાનાં સત્ત્વનું ધર્મ, આસ્થા અને આચારની ત્રિવેણીથી રક્ષણ કર્યું. હજારો ભાવિકોને નવી આસ્થા મળી, સાચી શ્રદ્ધા મળી. ભૂત-પ્રેત અને પીરના વહેમમાં ડૂબેલી પ્રજાને નવું બળ મળ્યું. એના હૈયાની વીરતા જાગી ઊઠી. અંતરની શ્રદ્ધા પ્રગટી નીકળી.
હારેલા અને થાકેલા મનની કાણી નાવને જાણે તારણરૂપ દૈવી સહારો મળ્યો. આ દૈવી સહારે આત્માની તાકાત ખીલવનારો બને એ જ સાધુરાજને હેતુ હતો.
આજે તો મહુડી હાજરાહજૂર દેવશ્રી ઘંટાકર્ણ વીરનું ચમત્કારિક તીર્થ બન્યું છે. અઢારે આલમના યાત્રાળુઓ આવીને દેવને ચરણે પોતાનો ભાવભીનો અર્થ ધરે છે.
આજે વર્ષે દસેક લાખ યાત્રાળુઓ આ તીર્થની યાત્રાએ આવે છે. એમાં પણ કાળીચૌદશે હવન થાય
For Private And Personal Use Only