________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
wwwwwwwwwww
આત્મબળનાં અજવાળાં
૧૯૧ એકાએક તેઓ બોલતા બંધ થઈ ગયા. હથેળીઓ ઘસવા લાગ્યા. પાંચ મિનિટ સુધી તેઓ આમ હથેળીને એકબીજા સાથે ઘસતા રહ્યા. તેઓને આ રીતે હથેળી ધસતા જોઈ એક શિષ્ય જિજ્ઞાસાથી પૂછયું : “આપની હથેળીએામાં ખંજવાળ આવતી લાગે છે. ખસ કે ખરજવું આપને પજવી રહ્યું છે કે શું ?' ' સૂરિજીએ હસતાં હસતાં કહ્યું, “ના રે ના. મને કશું થયું નથી. આ તો શત્રુજ્યમાં ભગવાનના દેરાસરને ચંદરવો એકાએક સળગી ઊઠ્યો હતો. પવનના સુસવાટાને કારણે પળવારમાં મોટી આગ લાગે તેવું હતું. આથી બંને હાથની હથેળીઓ મસળીને એ સળગતો ચંદરવે બુઝાવી દીધો હતો.'
શિષ્યો તે ગુરુની વાત સાંભળીને આશ્ચર્યમાં હબી ગયા. વિજાપુરના ઉપાશ્રયમાં બેઠા બેઠા કઈ રીતે બસે માઈલ જેટલા દૂર આવેલા શત્રજયના દેરાસરનો ચંદર બે હથેળી ચાળીને એલવી નાખ્યો હશે ? કેટલાક શિષ્યોએ આની સચ્ચાઈની ખાતરી કરવા
TS
ક
For Private And Personal Use Only