________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯o
બાળકના બુદ્ધિસાગરસૂરિજી યોગનું ચરમ શિખર ભાવનગર સમાચાર” નામના ભાવનગરથી નીકળતા અઠવાડિકના તંત્રી શ્રી જયંતીલાલ મોરારજી મહેતાને તો સુરિજીના યોગ-પ્રભાવને સાક્ષાત્ અનુભવ થયો હતો, એમણે અરિજીને યોગવિદ્યાની તાકાત બતાવવા કહ્યું ત્યારે સરિજીએ પોતાની પ્રાણશક્તિ બ્રહ્મરદ્રમાં કેન્દ્રિત કરીને બતાવી. તેમનું શરીર તંગ થઈ ગયું. પગનાં આંગળાં સાવ સીધા થઈ ગયાં. જયંતીભાઈએ જોયું તો નાડી બંધ હતી. હૃદયના ધબકારા સંભળાતા નહોતા. શ્વાસેચછવાસની ક્રિયા પણ બિલકુલ થંભી ગઈ હતી. ધીરે ધીરે એ સપાટ અને નિષ્ટ લાગતું શરીર ચારેક આગળ ઊંચે આવ્યું. આ દૃશ્ય જોઈને તો જયંતીભાઈ સ્તબ્ધ જ જ થઈ ગયા.
આગ બૂઝાવી એક વાર શ્રી બુદ્ધિસાગરસૂરિ એમના શિષ્યોને વિજાપુરને ઉપાશ્રયમાં કોઈ સૂત્ર સમજાવતા હતા.
For Private And Personal Use Only