________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
બાળકાના બુદ્ધિસાગરસૂરિજી
ન હતી. આખરે સૂરિજીના શબ્દો સાચા પડયા. કંપની શરૂ થતાં પહેલાં તૂટી ગઈ. કેસ ચાલ્યા. દીવાની ને ફેાજદારી ચાલી. સા થવાનો ઘાટ આવ્યા.
જગાભાઈ શેઠ સૂરિજી પાસે આવ્યા. બહુ બહુ વિનતિએ કરી. આખરે એક માળા આપી : ‘ ગણો, કર્યાં કર્મ છૂટતાં નથી, છતાં ધર્મ સાથે સારુ થશે.’
જગાભાઈ ને દંડ તેા ભરવા પડયો, પણ જેલની સામાંથી છૂટી ગયા.
વિજાપુરના વતની ચુનીલાલ ચુનીલાલ દુર્લભદાસ એલ.એલ. બી.નો અભ્યાસ કરે.પરીક્ષા અગાઉ બીમારીમાં સપડાયા. પૂરતી તૈયારી થઈ નહિ. પરીક્ષા આપવાનું માંડી વાળ્યુ. સૂરિજીને ખબર પડતાં એમને માથે હાથ મૂકી આશીર્વાદ આપતાં કહ્યું : ‹ પરીક્ષામાં જજે. જરૂર પાસ થઈશ.’ સૂરિજીની આજ્ઞા માની તે પરીક્ષામાં બેઠા અને પાસ થયા.
For Private And Personal Use Only