________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૧
આત્મબળનાં અજવાળાં બાવાજી, કેઈ હુકમ આપે.'
સૂરિજીએ જવાબ આપ્યો : “આજનો દિવસ આ પાપની કમાણી બંધ કર ! જાળ ઉઠાવી લે અને ઘેર જતો રહે.”
માછીમારે સૂરિજીને પગે લાગીને પોતાની જાળ ઉઠાવી લીધી. એ ઘર તરફ ચાલવા લાગ્યો.
ભાવિના ભેદ ઉકેલ્યા સૂરિજી જેમ જેમ બધાને સંગ છોડતા ચાલ્યા, એમ એમ એમના સંગી વધવા લાગ્યા. અમદાવાદના શેઠ જગાભાઈ જેવા શ્રેષ્ઠીએ આવીને એક વાર કહ્યું: “બાપજી, મલબાર ટીંબર નામની કંપની કાઢી છે.”
હજી એ પૂરું કહે તે પહેલાં જ સાધુરાજ ટપ દઈને બોલે છે : “ખેટું કર્યું. લીલાં ઝાડ વાઢવાનો ધંધે? બંધ કર...'
પણ કંપની લાખની થાપણુથી શરૂ થઈ હતી એટલે એને બંધ કરવી એક માણસના હાથની વાત
For Private And Personal Use Only