________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
બાળકના બુદ્ધિસાગરસૂરિજી ઊતરીને સૂરિજીનાં દર્શન કરવા આવ્યા. આ જુવાન મુંબઈમાં ધંધાની શોધ માટે જતો હતો. સૂરિજીએ કેટલીક શિખામણ આપી. સાથોસાથ મુંબઈમાં પ્લેગ ચાલતો હોવાથી એક મંત્ર આપ્યો. આ મંત્ર ભણવાથી પ્લેગને ભય ટળશે અને ઉન્નતિ થશે એમ કહ્યું. એ વ્યક્તિને તે મંત્રબળે પ્લેગન થયા, પણ એમણે મુંબઈમાં પ્લેગના કેટલાય દર્દીઓની સારવાર કરી અને છતાં પોતે જીવલેણ રોગથી બચી ગયા.
એક સાધ્વીજીને રાત્રે સર્પ કરડયો. સૂરિજીએ મંત્રેલું પાણી મેકલાવ્યું અને દેશની અસર ઊતરી ગઈ.
પેથાપુર ગામમાં એક જૈન સજજનને સર્પ કરડયો. સગાં–વહાલાં ભેગાં થયાં. એને મરી ગયેલો જાણી નનામી તૈયાર કરી અને મડદાને ઉપાડીને સ્મશાને જવા નીકળ્યા. રસ્તામાં સૂરિજીને ભેટ થયા. એમણે લોકોને પૂછ્યું : “ભાઈઓ, શું થયું છે?”
k,
s
DOW:
For Private And Personal Use Only