________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મબળના અજવાળાં
૧૬
ચારે કાર સૂનકાર છે. ઊ’ડાં કાતરા ભેંકાર લાગે છે. શ્રી બુદ્ધિસાગરસૂરિજી તા સાબરમતીના તીરે એકલા ચાલ્યા જાય છે. એકલ-દોકલ માનવી જ્યાં કદીય ફરકવાની હિંમત ન કરે તેવાં વાંધામાં સૂરિજી નિર્ભયપણે ડગ ભરતા જાય છે અને કોઈ ગુફા જેવી જગ્યામાં જાપ જપવા બેસી જાય છે. કચાંક પદ્માસન લગાવી ધ્યાનમાં ડૂબી જાય છે. ત્રણ—ત્રણ ચાર-ચાર દિવસ સુધી અખંડ સમાધિ લગાવી બેસી જાય છે. નિર્ભયને વળી ભય શે ? અભયને આળખનારને બીક હાય ખરી?
For Private And Personal Use Only