________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
બાળકાના બુદ્ધિસાગરસૂરિજી
અહિંસાનું મહત્ત્વ સમજાવતા અને હિંસાના પાપ
માંથી ઉગારતા.
એક વાર ધરમપુર રાજના રાજવી સૂરિજીની સુવાસ સાંભળીને એમનું વ્યાખ્યાન સાંભળવા આવ્યા. સૂરિજીએ સાત વ્યસન વિશે એવા સુંદર આધ આપ્યા કે રાજવીએ તરત જ એમની પાસે શિકાર ન કરવાનું વ્રત લીધું.
ગુજરાતના દરિયાકિનારે ડુમ્મસ ગામ આવેલુ છે. ચૈત્રી આળી ઊજવવા સૂરિજી અહી' આવ્યા હતા. રાજ દરિયાકિનારા પાસેથી સૂરિજી પસાર થાય અને માછીમારીને જાળ બિછાવીને બેઠેલા જુએ. સૂરિજીએ
આ માનવીઆને પામર જાણીને એમના તિરસ્કાર ન કર્યા; માંએ કપડું દાબી, મુખ આડું કરીને એમની નજીકથી પસાર ન થઈ ગયા. એમની નજર તેા માનવના આત્માના સદ્ગુણુ પર હતી. તેઓ અભણુ માછીમારે। પાસે ગયા. સીધી સાદી વાણીમાં એમની
For Private And Personal Use Only